207 થી વધુ ભાઈ-બહેનો કાળા વસ્ત્રોમાં સજ્જ થઈ ભક્તિ અને મંત્ર જાપમાં જોડાયામોરબી : મોરબીની મણીબેન પ્રભાશંકર શેઠ જૈન પ્લોટ પૌષધ શાળા ખાતે રવિવારે, તારીખ 10-5 ના રોજ મુનિસુવ્રત સ્વામીના જાપ અને આરાધનાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.ભાવચંદ્રજી સ્વામી તથા સાધુ-સાધ્વીજીઓની નિશ્રામાં અને વિવેકમુની દ્વારા આ અરિષ્ઠ નિવારક શનિગ્રહની સાધના કરાવવામાં આવી હતી. શનિદેવ પરિપૂજિત મુનિસુવ્રત સ્વામીની આરાધના કરવા માટે યોજાયેલા આ ભક્તિ-જાપમાં 207 થી વધારે ભાઈઓ અને બહેનો કાળા વસ્ત્રો પહેરીને આસન તેમજ માળા સાથે જોડાયા હતા.મોટી બીમારી, માનસિક પીડા, આર્થિક સમસ્યાઓ તેમજ વિવિધ વ્યાધિઓમાંથી મુક્તિ મેળવવા માટે ખુબ જ ફળદાયક એવા શનિદેવ અને મુનિસુવ્રત સ્વામીના મંત્ર જાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જાપ પૂર્ણ થયા બાદ માંગલિક કહેવામાં આવ્યું હતું અને ઉપસ્થિત દરેક ભાવિકોને રક્ષાપોટલી પ્રભાવના રૂપે આપવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #JainPlot #MuniSuvratSwami #ReligiousEvent #MantraJaap #GujaratNews