બે લોકોને ઇજાઓ પહોંચી : મોરબી સિવિલ હોસ્પિટલમાં પણ બન્ને પક્ષો વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા, પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યોમોરબી : પીપળીયા ચાર રસ્તા પાસે બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હોય તેમાં યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઉપરાંત ત્રણ લોકોને ઇજાઓ પણ પહોંચી છે. બીજી તરફ મોરબી સિવિલમાં પણ બન્ને પક્ષો વચ્ચે મારામારી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર પીપળીયા ચાર રસ્તા પાસે જામનગર જવાના રસ્તા બાજુ ફાટકથી આગળ બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ ઘટનામાં એક પક્ષે નવી નવલખીના રહેવાસી દલ આસિફ ઈલિયાસભાઈ (ઉ.વ. 26) અને તેની સાથે અન્ય એક શખ્સ હતો. જ્યારે સામેના પક્ષે ન્યુ નવલખી ટાટા નગરના રહેવાસી ત્રણ ભાઈઓ હસન અબ્દુલ સોતા (ઉ.વ. 30), અબ્બાસ અબ્દુલભાઇ સોતા (ઉ.વ. 29) અને સુલતાન અબ્દુલ સોતા (ઉ.વ. 26) હતા.પ્રાપ્ત વિગતો અનુસાર, અબ્બાસ સોતાને અગાઉથી ચાલતી માથાકૂટ બાબતે ત્યાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં દલ આસિફ ઈલિયાસભાઈ અને અન્ય એક વ્યક્તિએ છરી વડે હુમલો કરી દીધો હતો. બનાવ બાદ તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સાંજે 4 થી 4:30 વાગ્યાની આસપાસ બંને પક્ષો ફરી આમને-સામને આવી ગયા હતા અને સિવિલ હોસ્પિટલમાં પણ મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા અબ્બાસ અબ્દુલભાઇ સોતાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેને પગલે આ ઘટના હત્યામાં પલટાઈ ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં બબાલ અને હત્યાની ઘટનાને પગલે પોલીસ દ્વારા હોસ્પિટલમાં ચુસ્ત પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે હુમલાખોર આરોપી આસિફ દલ પર હોસ્પિટલમાં જ પોલીસ જાપ્તો ગોઠવી દીધો છે અને અન્ય એક ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનામાં અન્ય બે લોકોને પણ ઈજાઓ પહોંચી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #CrimeNews #Murder #MorbiPolice #Navlakhi #GujaratNews