મોરબી : મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામથી તળાવીયા શનાળા રોડ પર જતાં માર્ગ પર ગઈકાલે સાંજના સમયે અંબાણી વિટ્રીફાઇડ ટાઇલ્સના કારખાના પાસે એમએચ - 18 - બીએ - 5566 નંબરના ટ્રક ચાલકે કોનોર ગ્રેનેટો કારખાનાની બોલેરો રજીસ્ટર નંબર જીજે - 36 - ટી - 9153 વાળી સાથે અકસ્માત સર્જતાં બોલેરો લઈને જઈ રહેલા રમેશભાઈ અમરશીભાઈ વરસડા ઉ.50 રહે.તિરુપતિ સોસાયટી, આલાપ રોડ વાળાને પગમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થતા અકસ્માતના બનાવ અંગે ટ્રક ચાલક આરોપી ક્રિષ્ના પાપાલાલ પવાર વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.