વાંકાનેર : રાજકોટ - અમદાવાદ નેશનલ હાઇવે પર ગત તા.29 માર્ચના રોજ રાત્રીના પોણા બે વાગ્યાના સમયે ધોરાજીથી દહેજ બાયોકોલ ભરી ટ્રક નંબર જીજે - 12 - વાય - 9395 લઈને જઈ રહેલા દિનેશભાઇ ઓધવજીભાઈ ક્લોલા રહે.જમનાવડ રોડ, ગોપાલનગર, ધોરાજી વાળા વાંકાનેર બાઉન્ડ્રી નજીક બીસ્મિલ્લાહ હોટલ પાસે જમીને રોડની સામેની સાઈડ ચા પીવા માટે રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે સ્કોર્પિયો કારના ચાલકે હડફેટે લઈ શરીરે ગંભીર ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે ટ્રક ચાલકના પત્ની જોશનાબેન દિનેશભાઇ ક્લોલા ઉ.54એ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.