વજેપર અને રવીપાર્ક સહિતના વિસ્તારોમાં ઘર મુલાકાત લઈ એબેટ કામગીરી કરવામાં આવીમોરબી: મોરબી મહાનગરપાલિકાની મેલેરીયા શાખા દ્વારા મચ્છરજન્ય રોગોના અટકાયત અને નિયંત્રણ માટે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં પાણીના પાત્રોની ચકાસણી, દવા છંટકાવ અને ફોગિંગ જેવી કામગીરી કરવામાં આવી હતી.મેલેરીયા શાખાની ટીમ દ્વારા વજેપર, મારૂતિનગર, રાવળશેરી, રવીપાર્ક અને અનુસુચિત જનજાતિ વિસ્તારમાં ઘરે-ઘરે મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન પાણી ભરેલા પાત્રોની ચકાસણી કરી તેમાં મચ્છરના પોરા ઉત્પન્ન થતા અટકાવવા માટે એબેટ કામગીરી કરવામાં આવી હતી.વોકળા અને ગટરોમાં મચ્છરનાશક દવાનો છંટકાવમચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા માટે રાધેક્રિષ્ના, વજેપર ગટર, રબારીવાસ તેમજ સમયગેટ પાસે આવેલા વોકળામાં દવા છંટકાવ અને ફોગિંગ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, શાકમાર્કેટ અને લખધીરવાસની ગટરોમાં પણ મચ્છરનાશક દવા છાંટવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.તકેદારી રાખવા આરોગ્ય અધિકારીની અપીલમોરબી મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા નાગરિકોને મચ્છરજન્ય રોગોથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા જણાવાયું છે. જેમાં: • પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી ઢાંકવા. • સાંજના સમયે બારી-બારણા બંધ રાખવા અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો. • આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા. • ઘરની આસપાસ ભરાયેલા બંધિયાર પાણીનો નિકાલ કરવો.જો કોઈ પણ વ્યક્તિને તાવના લક્ષણો જણાય, તો તુરંત જ નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #HealthDepartment #MosquitoControl #PublicHealth #Awareness #Gujarat #MorbiNagarpalika