હળવદ : હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે રહેતા મંડપ સર્વિસના ધંધાર્થી કાંતિલાલ હરખાભાઈ સુરાણી ઉ.54 નામના આધેડને આ જ ગામમાં રહેતા આરોપી રતિલાલ ઘોઘજીભાઈ કોળીએ પોતાના સગાઓને મંડપ સર્વિસમાં મજૂરી કામે નહિ લઈ જતા નહિ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા બનાવ અંગે કાંતિલાલ સુરાણીએ આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.