રવાપર રોડ પર ચકલીના માળા, કુંડા સહિત 17 વસ્તુઓનું નિઃશુલ્ક તેમજ રાહત દરે વિતરણ કરવામાં આવશેમોરબી : ઉનાળાના ધોમધખતા તાપમાં પક્ષીઓને આશરો અને પાણી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા એક વિશેષ સેવાકીય પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 10 મે ને રવિવારના રોજ મોરબીના રવાપર રોડ પર પક્ષીઓ માટે વિવિધ 17 પ્રકારની વસ્તુઓનું મહા મેગા વિતરણ કરવામાં આવશે.ક્યારે અને ક્યાં યોજાશે કેમ્પ?તારીખ: 10/05/2026, રવિવારસમય: સાંજે 6:00 થી રાત્રે 10:00 વાગ્યા સુધીસ્થળ: નરસંગ ટેકરી ચોક, રવાપર રોડ, મોરબીશું શું મળશે આ કેમ્પમાં?આ કેમ્પમાં પક્ષી પ્રેમીઓ માટે અવનવી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેની વિગતો નીચે મુજબ છે:તદ્દન ફ્રી વસ્તુઓ: પૂઠાના તેમજ માટીના ચકલીના માળા, માટીના પાણી/ચણ માટેના કુંડા અને ગાય માટેના ગલ્લા.રાહત દરે મળતી વસ્તુઓ: ઓટો બર્ડ ફીડર (3 સાઈઝ), બોટલ બર્ડ ફીડર, પ્લાસ્ટિક બર્ડ નેસ્ટ, બર્ડ વીલા, દાણા-પાણી સેટ, ડેકોરેટીવ માટીના માળા (એપલ/પાઈનેપલ શેપ), સાકળ વાળા કુંડા તેમજ કુંડા રાખવાના સ્ટેન્ડ.લાયન્સ ક્લબ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે વસ્તુઓ ફ્રી નથી તે પણ બજાર ભાવ કરતા ખૂબ જ નીચા દરે સેવાના ઉદ્દેશથી આપવામાં આવશે.દાનનો સદુપયોગ અબોલ પશુ-પક્ષીઓ માટેઆ વિતરણ કેમ્પ દરમિયાન જે રકમ એકઠી થશે તે તમામ રકમ નરસંગ ટેકરી ચોક ખાતે રાખવામાં આવેલી દાન પેટીમાં જ જમા કરવામાં આવશે. આ ફંડનો ઉપયોગ મોરબી પાંજરાપોળ અને અબોલ પશુ-પક્ષીઓના ઘાસચારા તેમજ અન્ય સેવાકીય કાર્યો માટે જ કરવામાં આવશે. સંસ્થા દ્વારા ઓનલાઇન ડોનેશન પણ સ્વીકારવામાં આવી રહ્યું છે.આયોજકો દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે વસ્તુઓ લઈ જવા માટે પોતાની બેગ સાથે લાવવી. વધુ માહિતી કે ડોનેશન માટે હેલ્પલાઇન નંબર 83482 12345 પર સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiUpdate #LionsClub #SocialService #SaveBirds #BirdFeeder #SummerCare #AnimalWelfare #MorbiNews #Environment