ડેપ્યુટી કમિશનરે વોર્ડના વિવિધ વિસ્તારોમાં રૂબરૂ મુલાકાત લઈને સ્વચ્છતાની સમીક્ષા કરીમોરબી: મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર દ્વારા તારીખ 04/05/2026 ના રોજ શહેરના વોર્ડ નંબર 6 ની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ડેપ્યુટી કમિશનરે વોર્ડમાં કાર્યરત સફાઈ કર્મચારીઓની હાજરીની સઘન ચકાસણી કરી હતી. ત્યારબાદ તેમણે પંખાળી શેરી, ગઢની રાંગ, ફૂલગાલી સોસાયટી, ખાટકીવાસ, નાગનાથ નાકા, ચૌહાણ શેરી અને જાની શેરી તેમજ રોહલાપીર દરગાહ પાસે આવેલ GVP પોઈન્ટની મુલાકાત લઈ ત્યાંની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તદુપરાંત, મોચી શેરી, વેરાઈ શેરી અને ગ્રીન ચોક વિસ્તારમાં નગરપાલિકા દ્વારા કરવામાં આવતી ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરીનું પણ ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.પશુ નોંધણીની તપાસ અને પાણીનો બગાડ કરનારા સામે દંડની કાર્યવાહીસોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ખાટકીવાસ અને ગ્રીન ચોક વિસ્તારમાં પશુ નોંધણી કરાવેલ માલિકોની વિગતોની તપાસ કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન લક્ષ્મી માતાનું મંદિર અને પંચેશ્વર મહાદેવ જેવી ધાર્મિક સંસ્થાઓની પણ મુલાકાત લઈ ત્યાંની વ્યવસ્થાઓ ચકાસવામાં આવી હતી. વિશેષમાં, શહેરમાં પાણીનો બગાડ અટકાવવા માટે કડક વલણ અપનાવી, જાહેરમાં પાણીનો વ્યય કરતા લોકો સામે સ્થળ પર જ દંડની કાર્યવાહી કરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #CleanMorbi #MorbiNagarpalika #PublicHealth #SwachhBharat #GujaratNews