માત્ર 1 દરવાજો ખુલ્લો હોવાથી વૃદ્ધો અને અશક્ત લોકોને ભારે હાલાકી : દરવાજા નહિ ખુલે તો ઉપવાસ ઉપર ઉતરવાની આર્મીના પૂર્વ મેજરની ચીમકીમોરબી : મોરબી સેવા સદનમાં હાલમાં એક જ દરવાજો ખુલ્લો રાખવામાં આવ્યો છે અને અન્ય તમામ દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. સેવા સદનમાં અનેક કચેરીઓ આવેલી છે, ત્યારે માત્ર 1 દરવાજાથી પ્રવેશવાના કારણે અરજદારોને કચેરીઓ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને વધુ ઉંમરના સિનિયર સિટીઝન અને શારીરિક રીતે અશક્ત લોકોને પડતી આ હાલાકી અંગે મોરબીના પૂર્વ આર્મી મેજર એમ. જી. મારુતી દ્વારા મોરબી કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.ટ્રેઝરી ઓફિસ જતા 3 વખત બેસવું પડ્યુંએમ. જી. મારુતીએ કલેક્ટરને પાઠવેલા પત્રમાં પોતાની જ વ્યથા ઠાલવતા જણાવ્યું છે કે, તેઓને શ્વાસની તકલીફ છે, હૃદયની બીમારી છે અને 3 નળી બ્લોક છે. તેઓ જ્યારે ટ્રેઝરી ઓફિસે ગયા ત્યારે મુખ્ય દરવાજાથી કચેરી સુધી પહોંચતા તેમને રસ્તામાં 3 વખત બેસી જવું પડ્યું હતું. સેવા સદન બન્યું ત્યારે અરજદારોની સુવિધા અને કચેરીએ સહેલાઈથી જઈ શકાય તે માટે જ દરવાજા બનાવવામાં આવ્યા હતા, તો હવે તેને બંધ શા માટે રાખવામાં આવ્યા છે? તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે.સરકારની જાહેરાતો સામે રોષ અને આંદોલનની ચીમકીએક બાજુ સરકાર દ્વારા સિનિયર સિટીઝનોને દરેક ક્ષેત્રમાં પ્રાધાન્ય આપવાની જાહેરાતો થાય છે, ત્યારે અધિકારીઓના આવા નિર્ણયથી પ્રજાને પારાવાર દુઃખ પહોંચી રહ્યું છે. જો ઓફિસ સમયે સત્તાધીશો દ્વારા દરવાજા ખુલ્લા રાખવામાં નહિ આવે તો અરજદારોને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની અને ઉપવાસ પર બેસવાની ફરજ પડશે તેવી ચીમકી પત્રમાં ઉચ્ચારવામાં આવી છે. વધુમાં રોષ ઠાલવતા જણાવાયું છે કે જો દરવાજા ન રાખવા હોય તો ત્યાં દીવાલ ચણી લેવી જોઈએ.આ પત્રની નકલ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી, મોરબી-કચ્છના સાંસદ સભ્ય, મોરબી માળિયાના ધારાસભ્ય, મીડિયા કર્મીઓ અને મોરબી પેન્શનર સમાજના પ્રમુખને પણ મોકલવામાં આવી છે.#MorbiUpdate #MorbiNews #MorbiSevaSadan #SeniorCitizens #CollectorMorbi #PublicIssue #Morbi