1 થી 7 જૂન દરમિયાન દરરોજ બપોરે 3:30 થી સાંજે 6:30 કલાક સુધી કથા યોજાશે: જામનગરના વક્તા શાસ્ત્રી વિરલભાઈ નાકર સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશેમોરબી : મોરબી-2 માં આવેલી ઉમા ટાઉનશીપ ખાતે સમસ્ત ઉમા ટાઉનશીપ પરિવાર તથા ગોપી મંડળ દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પૂર્ણ પુરુષોત્તમ અધિકમાસ અંતર્ગત આ કથાનું આયોજન મિશનરીઝ ઓફ ચેરીટી (મધર ટેરેસા આશ્રમ) ઘોડિયા ઘર, મોરબીના લાભાર્થે કરવામાં આવ્યું છે. આ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ જેઠ વદ-1, તારીખ 01-06-2026, સોમવારના રોજ બપોરે 3:30 કલાકે પોથીયાત્રા સાથે થશે. કથાની પૂર્ણાહુતિ જેઠ વદ-7, તારીખ 07-06-2026, રવિવારના રોજ થશે. જામનગરના યુવા ભાગવતાચાર્ય અને સનાતન ગૌરવ એવોર્ડથી વિભૂષિત વક્તા શાસ્ત્રી વિરલભાઈ નાકર સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે. કથા શ્રવણનો સમય દરરોજ બપોરે 3:30 થી સાંજે 6:30 સુધીનો રહેશે. કથા દરમિયાન આવનારા પાવનકારી પ્રસંગોકપિલા પ્રાગટ્ય: તારીખ 2-6-2026, મંગળવાર, સાંજે 6:00 કલાકે. નૃસિંહ પ્રાગટ્ય: તારીખ 3-6-2026, બુધવાર, સાંજે 6:00 કલાકે. વામન જન્મ: તારીખ 4-6-2026, ગુરુવાર, બપોરે 4:00 કલાકે. રામ જન્મ: તારીખ 4-6-2026, ગુરુવાર, સાંજે 5:00 કલાકે. કૃષ્ણ જન્મ: તારીખ 4-6-2026, ગુરુવાર, સાંજે 6:00 કલાકે. ગોવર્ધન પૂજા: તારીખ 5-6-2026, શુક્રવાર, સાંજે 6:00 કલાકે. રુક્ષ્મણી વિવાહ: તારીખ 6-6-2026, શનિવાર, સાંજે 5:00 કલાકે. સુદામા ચરિત્ર: તારીખ 7-6-2026, રવિવાર, સાંજે 5:30 કલાકે. કથા વિરામ: તારીખ 7-6-2026, રવિવાર, સાંજે 6:30 કલાકે. આ ધાર્મિક કાર્યક્રમમાં આવનારા વિવિધ પ્રસંગોનો અનેરો આનંદ લેવા સમસ્ત ઉમા ટાઉનશીપ પરિવાર તથા ગોપી મંડળ દ્વારા સૌ ધર્મપ્રેમી જનતાને મિત્ર મંડળ અને સહપરિવાર પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. #Morbi #MorbiUpdate #BhagavatKatha #UmaTownship #ReligiousEvent #MissionariesOfCharity #MorbiNews #GujaratNews