મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અલગ અલગ બે દરોડામાં ખાટકીવાસ ચોક તેમજ વજેપરમાં મોટર સાયકલ પર દેશી દારૂની હેરફેર કરતા બે આરોપીઓને ઝડપી લીધા હતા.આરોપીની પૂછતાછમાં બે મહિલા આરોપીઓના નામ ખુલતા ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં મોરબી એ ડિવિઝન પોલીસે વજેપર શેરી નંબર 6માં જીજે - 36 - કે - 3263 નંબરના બાઈક પર દેશી દારૂ લીટર 25 કિંમત રૂ.5000 સાથે નીકળેલા આરોપી મનોજ કાનજી ચૌહાણ ઉ.35 રહે.વીસીપરા વાળાને 50 હજારના બાઈક, 10 હજારના મોબાઈલ તેમજ દારૂ મળી 65 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.જ્યારે બીજા દરોડામાં મોરબી શહેરના ખાટકીવાસ ચોક પાસેથી આરોપી સુનિલ દિલીપભાઈ બહાપિયા ઉ.21 રહે.કાલિકા પ્લોટ મૂળ રહે.ગોલાસણ તા.હળવદ વાળાને જીજે - 36 - એ - 2145 નંબરના એક્ટિવા મોટર સાયકલમાં 22 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 4800 સાથે ઝડપી લઈ 50 હજારનું એક્ટિવા તેમજ 10 હજારનો મોબાઈલ મળી કુલ રૂપિયા 64,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપીની પૂછતાછમાં દેશી દારૂનો જથ્થો કાલિકા પ્લોટમાં રહેતી સલમાબેન ઉર્ફે સુમનબેન તૌફિકભાઈ ચાનીયાનો હોવાનું અને આરોપી હનીફા સઇદુભાઈ જેડા રહે.વીસીપરા વાળીને આપવા જતો હોવાનું કબુલતા બન્ને મહિલા આરોપીઓને ફરાર દર્શાવી ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.