મોરબી LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડની સંયુક્ત કામગીરી: સુરત રહેતો આરોપી ટંકારાની લતીપર ચોકડી પાસેથી પકડાયોમોરબી : ટંકારા નજીક થયેલી આંગડિયા પેઢી લૂંટના કેસમાં છેલ્લા ઘણા સમયથી ફરાર આરોપીને મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ઝડપી લીધો છે. આ આરોપી સુરત રહેતો હોય ટંકારાની લતીપર ચોકડીએ આવ્યો હોય પોલીસે તેને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર LCB મોરબીના માર્ગદર્શન હેઠળ બી.ડી.ભટ્ટ (પો.સબ.ઇન્સ. LCB) તથા વી.જી.માલાણી (પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોડ) અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન પો.હેડ કોન્સ. ઈશ્વરભાઈ મેલાભાઈ, શેખરભાઈ સંગ્રામભાઈ, ભરતભાઈ ઘેલાભાઈ તથા પ્રદીપસિંહ બહાદુરસિંહ નાઓને સંયુક્ત ખાનગી બાતમી મળી હતી. આ ચોક્કસ બાતમીના આધારે ટંકારા પોલીસ મથકે નોંધાયેલા ગુ.ર.નં. 11189005240474/2025 (B.N.S. કલમ 310(2), 324(4) તથા જી.પી.એક્ટ કલમ 135) મુજબના લૂંટના ગુનામાં સુરત ખાતે રહેતો અને છેલ્લા ઘણા સમયથી નાસતો ફરતો આરોપી દર્શિલ કરસનભાઈ બોળીયાને ટંકારા લતીપર ચોકડી પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે.આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર LCB મોરબી, બી.ડી.ભટ્ટ (પો.સબ.ઇન્સ. LCB), વી.જી.માલાણી (પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોડ) તથા LCB અને પેરોલ ફર્લો સ્ક્વોડનો પોલીસ સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.#Morbi #Tankara #MorbiUpdate #MorbiPolice #LCBMorbi #CrimeNews #GujaratPolice #Arrest #AngadiaRobbery