વૈદિક હવન, ધર્મસભા, દાંડિયા રાસ અને રાત્રે ભજન સંતવાણી સહિતના વિવિધ કાર્યક્રમ યોજાશેમોરબી: વવાણીયા ખાતે આવેલા માતૃશ્રી રામબાઈમાં મંદિરનો 21 મો પાટોત્સવ આગામી તા. 17/05/2026, રવિવારના રોજ ભવ્ય રીતે ઉજવવામાં આવશે. આ પ્રસંગે સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.દિવસભરના કાર્યક્રમોની રૂપરેખાપાટોત્સવની શરૂઆત સવારે વૈદિક મંત્રોચ્ચાર સાથે હવનથી કરવામાં આવશે. ત્યારબાદ સવારે 9:00 થી 11:00 કલાક દરમિયાન ધર્મસભા અને સમાજ વિચાર ગોષ્ઠિ યોજાશે. જેમાં જૂનાગઢ ગીરનારના અવધૂત આશ્રમના મહંત મહાદેવગિરી બાપુનું પ્રેરક ધાર્મિક પ્રવચન યોજાશે. આ સભામાં સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરવામાં આવશે અને સમાજ સુધારણા અંગે વિચાર-મંથન પણ કરવામાં આવશે.મહાપ્રસાદ અને સાંસ્કૃતિક આયોજનબપોરે 11:30 કલાકે મહાપ્રસાદ યોજાશે. જેના સહયોગી જશાભાઈ વીરાભાઈ ફુગશીયા (3,00,000/-) છે. બપોરે 3:00 કલાકે દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિજયભાઈ આહીર (હામાપર), સુરેશભાઈ મારુ (રાજકોટ) અને મનીષાબેન આહીર (રાજકોટ) ઉપસ્થિત રહેશે. સાંજે 7:30 કલાકે પુનઃ મહાપ્રસાદ યોજાશે, જેના સહયોગી હરેશભાઈ નારણભાઈ ફુગશીયા (1,00,000/-) છે.રાત્રે જામશે ભજનની રમઝટરાત્રે 9:30 કલાકે ભવ્ય સંતવાણી (ભજન) કાર્યક્રમ યોજાશે. જેમાં જાણીતા ભજનિક હરસુખગિરી ગૌસ્વામી, દક્ષાબેન વ્યાસ અને લોકસાહિત્યકાર નાજાભાઈ આહીર શ્રોતાઓને મંત્રમુગ્ધ કરશે. આ તમામ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા માતૃશ્રી રામબાઈમાં મંદિર વવાણીયા તરફથી ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#MorbiUpdate #Vavaniya #RambaiMaMandir #Patotsav2026 #ReligiousEvent #Santiwani #DandiyaRaas #MorbiNews