જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા વિધવા-વિધુર અને 50 વર્ષનું લગ્નજીવન પૂર્ણ કરનાર દંપતીઓનું સન્માન કરાશેમોરબી: મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સમાજના ઉત્કર્ષ અને વડીલોના સન્માન અર્થે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લાના મોરબી, હળવદ, વાંકાનેર, ટંકારા અને માળિયાના તમામ બ્રહ્મ બંધુઓ જે વિધવા કે વિધુર હોય અને જેમને 75 વર્ષ 1-4-25 સુધીમાં પૂર્ણ થયેલ હોય, તેમજ જે દંપતીઓએ લગ્નજીવનના 50 વર્ષ પૂર્ણ કર્યા હોય તેવા દંપતીઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.આ સન્માન કાર્યક્રમ માટે નોંધણી કરાવવાની મુદત લંબાવીને હવે 11-5-2026 સુધી કરવામાં આવી છે. રસ ધરાવતા સમાજના સભ્યોએ આધાર કાર્ડ સાથે નીચે મુજબના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે. સન્માન કાર્યક્રમની તારીખ અને સ્થળની જાણ હવે પછી કરવામાં આવશે.નોંધણી માટે સંપર્ક સૂત્ર: • બી. કે. લહેરૂ: 99132 22283 • ડો. રાજુભાઈ ભટ્ટ: 76000 06720 • ભુપતભાઈ પંડ્યા: 98256 71698 • અજયભાઈ રાવલ: 99784 89525 • આર. કે. ભટ્ટ: 99099 58188 • લહેરૂભાઈ વાંકાનેર: 94282 81117 • ટંકારા: 99099 16038 • એન. એન. ભટ્ટ: 98257 56039#Morbi #BrahmSamaj #MorbiUpdate #SocialEvent #BrahminCommunity #MorbiNews #HonoringElders