https://youtu.be/KoQ8P1uvDhA?si=b82JIcjPzgqKv__Lપહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરી આપો પછી ડીમોલેશન કરો તેવી સ્થાનિકોની મહાપાલિકા તંત્રને રજુઆતમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા પંચાસર રોડ સ્થિત સાવરની પાળ વિસ્તારમાં રહેતા લોકોને મકાન ખાલી કરવા અંગે આખરી નોટિસ આપવામાં આવી છે. તંત્ર દ્વારા એક અઠવાડિયામાં મકાન ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, અન્યથા અંદાજે 300 જેટલા મકાનોનું ડિમોલિશન કરવામાં આવશે. આ મામલે વિસ્તારના રહેવાસીઓએ એકઠા થઈને મોરબી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે અને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થાની માંગ ઉઠાવી છે.પરિવારો રસ્તા પર આવી જવાની ભીતિ, બાળકો અને વૃદ્ધોની હાલત કફોડી બનશેસ્થાનિકો દ્વારા આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં વસતા મોટાભાગના લોકો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો છે, જેઓ વર્ષોથી અહીં વસવાટ કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે. અચાનક મકાન ખાલી કરવાની ફરજ પડતાં અનેક પરિવારો રસ્તા પર આવી જવાની સ્થિતિમાં મુકાયા છે. ડિમોલિશનની આ કાર્યવાહીથી બાળકોના અભ્યાસ, મહિલાઓની સુરક્ષા, વૃદ્ધો તથા રોજગાર ઉપર અત્યંત ગંભીર અસર પડશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.આવાસ યોજનામાં મકાન, પ્લોટ અથવા રહેઠાણ નિયમિત કરવા સ્થાનિકોની માંગરહેવાસીઓએ તંત્ર સમક્ષ માંગ કરી છે કે કોઈપણ કાર્યવાહી કરતા પહેલા તેઓની સાથે બેઠક યોજી માનવતાપૂર્ણ અને કાયદેસર ઉકેલ લાવવામાં આવે. ડિમોલિશન પૂર્વે તમામ રહેવાસીઓને યોગ્ય વૈકલ્પિક રહેઠાણ ઉપલબ્ધ કરાવવામાં આવે. પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા અન્ય સરકારી આવાસ યોજનાઓ હેઠળ તાત્કાલિક મકાન ફાળવવામાં આવે અથવા તો રહેઠાણ માટે ખાલી પ્લોટ આપવામાં આવે. આ ઉપરાંત, હાલ જે સરકારી જમીન પર વર્ષોથી રહેઠાણ છે, તે જમીનની જંત્રીદર મુજબ રકમ વસૂલીને તેને નિયમિત (Regularize) કરવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ છે. જ્યાં સુધી કોઈ યોગ્ય વિકલ્પ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી ડિમોલિશનની કાર્યવાહી સ્થગિત રાખવા માંગ કરવામાં આવી છે.40થી 50 વર્ષ જૂના રહેઠાણો, ગરીબ અને મધ્યમ વર્ગની મુશ્કેલીસ્થાનિક મહિલા માસુમા રફીકભાઈએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 40 થી 50 વર્ષથી આ વિસ્તારમાં રહે છે. આ તેમનો એકમાત્ર આશરો છે. અહીં વસતા મોટાભાગના લોકો ગરીબ અને મધ્યમ વર્ગના છે, જેમની પાસે અન્ય કોઈ જમીન કે મકાન નથી. જો તંત્ર દ્વારા મકાનો તોડી પાડવામાં આવશે તો પરિવારો રસ્તા પર આવી જશે. એક કમાનાર અને 6 સભ્યો વાળા પરિવારો હાલની મોંઘવારીમાં ભાડાના મકાનમાં કેવી રીતે રહી શકશે? બાળકોના શિક્ષણ, મહિલાઓની સુરક્ષા અને વૃદ્ધોની સ્થિતિ પર પણ આની ગંભીર અસર પડશે.આવાસ યોજના હેઠળ મકાન અથવા પ્લોટ ફાળવવા રજૂઆતઅન્ય સ્થાનિકોએ જણાવ્યું કે, તેઓ વિકાસના કામમાં વહીવટી તંત્રને સાથ આપવા તૈયાર છે, પરંતુ 300 પરિવારો માટે વૈકલ્પિક વ્યવસ્થા થવી અત્યંત જરૂરી છે. અગાઉ 4 થી 6 મહિના પહેલા આશરે 250 જેટલા લોકોએ આવાસ યોજનાના ફોર્મ ભર્યા હતા અને તંત્ર દ્વારા સ્થળ પર આવીને સર્વે પણ કરવામાં આવ્યો હતો. આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય સરકારી યોજના હેઠળ યોગ્ય લાભાર્થીઓને તાત્કાલિક મકાન અથવા ખાલી પ્લોટ ફાળવવામાં આવે. અથવા તો જંત્રી દર મુજબ રકમ લઈને હાલના મકાનો નિયમિત (Regularize) કરવામાં આવે. દબાણો દૂર કરવા માટે અગાઉ નોટિસો અને પુરાવા રજૂ કરવાની તક અપાઈ હતી : કુલદીપસિંહ વાળાઆ અંગે ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળાએ જણાવ્યું હતુ કે, તળાવની જગ્યામાં થયેલા દબાણો દૂર કરવા માટે અગાઉ નોટિસો આપવામાં આવી હતી અને પુરાવા રજૂ કરવાની તક પણ આપવામાં આવી હતી. ત્યારબાદ GPMC એક્ટની કલમ 260(2) હેઠળ બાંધકામ દૂર કરવાના હુકમો કરવામાં આવ્યા હતા. આ મામલે અરજદારો હાઈકોર્ટમાં પણ ગયા હતા, જ્યાં હાઈકોર્ટે તમામની રજૂઆત સાંભળીને નવેસરથી હુકમ કરવા જણાવ્યું હતું. જે મુજબ તંત્રએ સુનાવણીની પ્રક્રિયા પૂર્ણ કરી ફરીથી ડિમોલેશનના આદેશો કર્યા છે. તંત્ર દ્વારા આગામી ટૂંક સમયમાં જ આ 180 જેટલા દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેમ સ્પષ્ટ કરવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Demolition #PanchasarRoad #GujaratNews #LocalNews