ભીના અને સૂકા કચરાના વર્ગીકરણ તેમજ જાહેર સ્થળોએ કચરાપેટીની પૂરતી વ્યવસ્થા કરવા માંગમોરબી: મોરબી શહેરને સ્વચ્છ, સુંદર અને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે કાર્યરત 'મોરબી ક્લીન અપ' ટીમ દ્વારા શહેરની સફાઈ વ્યવસ્થા અંગે મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં મુખ્ય ત્રણ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે. કચરાના વર્ગીકરણ માટે અલગ વ્યવસ્થાની માંગટીમ દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું છે કે, શહેરમાં કચરો એકત્રિત કરતા ઘણા વાહનોમાં ભીના અને સૂકા કચરા માટે અલગ સંગ્રહ કરવાની પૂરતી વ્યવસ્થા નથી. નાગરિકો દ્વારા કચરો અલગ આપવામાં આવતો હોવા છતાં વાહનમાં તે ફરી મિશ્ર થઈ જાય છે. આ સમસ્યાના નિરાકરણ માટે તમામ કલેક્શન વાનમાં ભીના અને સૂકા કચરા માટે અલગ વિભાગ બનાવવાની માંગ કરવામાં આવી છે.જાહેર સ્થળો પર ડસ્ટબિનનો અભાવશહેરના મુખ્ય માર્ગો, બગીચાઓ અને બજાર વિસ્તારોમાં કચરાપેટીઓની સંખ્યા ઓછી હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. પૂરતી ડસ્ટબિન ન હોવાને કારણે લોકો નાછૂટકે ખુલ્લામાં કચરો ફેંકે છે, જેનાથી ગંદકી ફેલાય છે. આથી શહેરના જાહેર સ્થળો પર વધુ સંખ્યામાં કચરાપેટીઓ મૂકવા અપીલ કરાઈ છે.પાલિકા અને જનતાના સહકારની અપેક્ષા'મોરબી ક્લીન અપ' ટીમ હાલમાં જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે, જેમાં લોકોને કચરાના યોગ્ય નિકાલ અને અલગ-અલગ ડસ્ટબિન રાખવા માટે પ્રેરિત કરવામાં આવે છે. આ અભિયાનને વધુ અસરકારક બનાવવા માટે મહાનગરપાલિકા તરફથી સહકાર મળે અને તંત્ર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવે તેવી આશા ટીમ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #CleanMorbi #GreenMorbi #MorbiMunicipalCorporation #CleanlinessDrive #MorbiNews