45 વર્ષ જૂની સંસ્થાની વર્ષ 2026-27 ની નવી કારોબારી ટીમ જાહેરમોરબી: જૈન સોશિયલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનમાં ચાર્ટર થયેલ અને મોરબી જિલ્લામાં આગવું સ્થાન ધરાવતી 45 વર્ષ જૂની પ્રખ્યાત સંસ્થા 'જૈન સોશ્યલ ગ્રુપ મોરબી' દ્વારા વર્ષ 2026-27 માટેના નવા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રમુખ તરીકે મોરબીના અગ્રણી સિનિયર વકીલ જયેશભાઈ ગુણવંતરાય શાહની પસંદગી કરવામાં આવી છે.જયેશભાઈ શાહની પ્રમુખ તરીકેની વરણીને સમગ્ર જૈન સમાજે ઉત્સાહભેર વધાવી લીધી છે. તેમની સાથે આગામી વર્ષ માટેની નવી કારોબારી ટીમ પણ કાર્યરત થશે. વર્ષ 2026-27 ની કારોબારી ટીમ: • પ્રમુખ: જયેશભાઈ જી શાહ• ઉપપ્રમુખ: ધર્મેશભાઈ જી દોશી• સેક્રેટરી: ઐલેષભાઈ ગાંધી• જોઈન્ટ સેક્રેટરી: સુરેશભાઈ ડી મહેતા• ટ્રેઝરર: પ્રતીકભાઈ દોશી• કારોબારી સભ્યો: હસુભાઈ દોશી, કિશોરભાઈ દેસાઈ, પરેશભાઈ એ. મેહતા, બિપીનભાઈ જે. મેહતા, ભદ્રેશભાઈ આર. મેહતા, ઋષિભાઈ એન. દફતરી, રાજીવભાઈ એન. ગાંધી અને લલિતભાઈ એચ. દોશીનો સમાવેશ કરવામાં આવ્યો છે.#Morbi #JainSocialGroup #MorbiUpdate #JainSamaj #NewCommittee #MorbiNews