મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શહેરના શનાળા વિસ્તારમાં રાજપર ચોકડી પાસેથી શંકાસ્પદ રીતે પસાર થતા જીજે - 36 - એક્યુ - 7447 નંબરના એક્ટિવા ચાલક આરોપી સલમાન ઇબ્રાહિમભાઈ પઠાણ ઉ.29 રહે.લાતીપ્લોટ -8 વાળાને અટકાવી તલાશી લેતા એક્ટિવામાંથી વિદેશી દારૂના 10 ચપલા કિંમત રૂ.1200 મળી આવતા રૂ.50 હજારના એક્ટિવા સહિત 51,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપીની પૂછપરછમાં વિદેશી દારૂનો આ જથ્થો આરોપી શાહરુખ હાજીભાઈ ખોડ રહે.લાતીપ્લોટ વાળા પાસેથી મેળવ્યાનુ કબુલતા બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.