એક સપ્તાહમાં 12 સ્થળોએ લાગેલી આગ પર કાબૂ મેળવાયો: હોસ્પિટલ અને સરકારી કચેરીઓમાં અપાઈ ફાયર ટ્રેનિંગમોરબી: મોરબી મહાનગરપાલિકાની અગ્નિશમન શાખા દ્વારા શહેરની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વના પગલાં લેવામાં આવ્યા છે. તાજેતરમાં 28/04/2026 થી 04/05/2026 દરમિયાન ફાયર વિભાગ દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીનો અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે.મેનપાવરમાં વધારો: 21 નવા ઓપરેટરોની નિમણૂકશહેરની સુરક્ષા અને અગ્નિશમન સેવાઓ સુદ્રઢ બનાવવાના હેતુથી 21 ફાયર ઓપરેટરની 11 માસના કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે. આ નવા જવાનોને અત્યાધુનિક ફાયર ફાઈટિંગ સાધનો અને બચાવ કામગીરી માટે ખાસ તાલીમ પણ આપવામાં આવી છે. આ ભરતીથી ફાયર સ્ટેશનોમાં મેનપાવરની અછત દૂર થશે અને ઇમરજન્સી સમયે કામગીરીમાં વધુ વેગ આવશે. ટ્રેનિંગ અને પ્રિવેન્શન કામગીરીફાયર વિભાગ દ્વારા જનજાગૃતિ અને સુરક્ષાના ભાગરૂપે વિવિધ સ્થળોએ તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું: • 3 સરકારી કચેરીઓમાં 34 કર્મચારીઓ અને 1 હોસ્પિટલમાં 25 કર્મચારીઓને ફાયર પ્રિવેન્શનની ટ્રેનિંગ આપવામાં આવી. • 2 ઇન્ડસ્ટ્રીઝમાં 25 સ્ટાફને અને 1 કોમ્પ્લેક્સમાં 9 કર્મચારીઓને આગ સામે રક્ષણ મેળવવાની તાલીમ અપાઈ. • સમાજવાડી, કોમ્પ્લેક્સ અને ઇન્ડસ્ટ્રીઝ જેવી બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટનું ચેકિંગ હાથ ધરી NOC ન ધરાવતી બિલ્ડિંગોને નોટિસ ફટકારવામાં આવી છે. • અગાઉ અપાયેલી નોટિસના પગલે 195 કોમ્પ્લેક્સ અને 38 સમાજવાડીમાં ફાયર સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.એક સપ્તાહમાં 12 સ્થળોએ આગની ઘટનાઓછેલ્લા એક સપ્તાહ દરમિયાન મોરબીમાં 12 અલગ-અલગ જગ્યાએ આગ લાગવાના બનાવો બન્યા હતા. આ તમામ ઘટનાઓમાં ફાયરના જવાનોએ આધુનિક PPE કિટ અને સાધનો સાથે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો, તેમજ 1 રેસ્ક્યુ કોલ પણ એટેન્ડ કરવામાં આવ્યો હતો.તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કોઈ પણ આકસ્મિક દુર્ઘટના સમયે તાત્કાલિક મોરબી ફાયર અને ઇમરજન્સી સર્વિસના નંબર (02822) 230050 અથવા 101 અને 112 પર સંપર્ક કરવો.#Morbi #MorbiFireBrigade #FireSafety #MorbiUpdate #EmergencyServices #FireTraining #DisasterManagement #MorbiNews