ધુમ સ્ટાઈલે બાઈક ચલાવી રહેવાસીઓને પરેશાન કરતા અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા સ્થાનિકોની કલેકટર, એસપીને રજુઆતમોરબી : મોરબીના વાવડી રોડ પર આવેલા ગાયત્રી નગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હોવાની ફરિયાદ ઉઠી છે. આ બાબતે ગાયત્રી નગર શેરી નંબર 4 ના રહેવાસીઓ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, કમિશનર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ઉદેશીને લેખિતમાં રજૂઆત કરી સુરક્ષાની માંગ કરવામાં આવી છે.મહિલાઓ અને બાળકોમાં ભયનો માહોલરહેવાસીઓએ કરેલી અરજી મુજબ, વાવડી રોડ ગાયત્રી નગરની શેરીઓ અને ગલીઓમાં કેટલાક શખ્સો અત્યંત સ્પીડમાં અને ધુમ સ્ટાઈલે બાઈક ચલાવી રહ્યા છે. આ અસામાજિક તત્વો દ્વારા વિસ્તારની મહિલાઓ અને રમત-ગમત કરતા બાળકોને પણ પરેશાન કરે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે રોમિયોગીરી કરતા અને દારૂની હેર કરતા આ તત્વોના કારણે મહિલાઓ ઘરની બહાર નીકળતા પણ ડર અનુભવી રહી છે.ધમકી આપતા તત્વો સામે પોલીસ કાર્યવાહીની માંગઅરજીમાં વધુમાં જણાવાયું છે કે, આ શખ્સો 'જો કોઈએ અરજી કરી તો અમે તેમને અહીંયા રહેવા નહીં દઈએ' તેમજ 'કોઈ અમારું કંઈ બગાડી નહીં લે' તેવી ધમકીઓ આપી ખુલ્લી દાદાગીરી કરે છે. રહેવાસીઓએ આ વિસ્તારના સીસીટીવી કેમેરા ચેક કરી, જવાબદાર તત્વો સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવા અપીલ કરી છે. #Morbi #LawAndOrder #MorbiPolice #VavdiRoad #PublicComplain #MorbiUpdate #GujaratPolice #SafetyFirst