વાંકાનેર : વાંકાનેર શહેરમાં મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે પર જકાતનાકા નજીક રીક્ષામાં પેસેન્જર બેસાડવા મુદ્દે આરોપી ફિરોઝ મુસા, અકબર મુસા અને સાહિલ મુસા નામના ત્રણ શખ્સોએ ફરિયાદી દીપકભાઈ કાનાભાઈ ધેણોજા ઉ.35 રહે.પેડક રોડ, વાંકાનેર વાળા સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી બાદમાં લોખંડના પાઇપ વડે બેફામ માર મારી ફ્રેક્ચર સહિતની ઇજાઓ પહોંચાડતા બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.