સવારે 8 થી 1 વાગ્યા સુધી રાહત દરે વિવિધ પ્રાકૃતિક અને શુદ્ધ વસ્તુઓનું વેચાણ કરાશેમોરબી : મોરબીમાં નવરંગ નેચરલ ક્લબ દ્વારા આગામી 10/05/2026 ને રવિવારના રોજ રાહત ભાવે વિવિધ ચીજવસ્તુઓના વેચાણ માટે ખેડૂત હાટનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી શનાળા રોડ, ઉમિયા સર્કલ પાસે આવેલા સત્યેશ્વર મહાદેવ મંદિર ખાતે યોજાશે. ઉપલબ્ધ ચીજવસ્તુઓની વિગત• બાગાયતી સામગ્રી: દરેક જાતના ફૂલ-છોડના કલમી રોપા, દેશી ખાતર, માટીની તાવડી, પાટિયા, કુંડા તેમજ ફાઈબરના કુંડા.• આયુર્વેદિક અને હેલ્થ કેર: હાથેથી ખાંડેલા દેશી ઓસડિયા ચૂર્ણ, આયુર્વેદિક દવાઓ, શુદ્ધ મધ, એલોવેરા, લીમડો, તુલસી અને કેસુડાના સાબુ તેમજ શેમ્પૂ. • ખાદ્ય સામગ્રી: ધાવા ગીરની નેચરલ ઓર્ગેનિક પદ્ધતિથી પાકેલી કેશર કેરી (સીધી ખેડૂત પાસેથી), ગાયનું ઘી, છાસ મસાલા, ગોળ, દેશી ખાંડ, ખીચાના પાપડ અને ખાખરા.• શુદ્ધ તેલ: લાકડાની ઘાણીથી પીલેલ કાળા-સફેદ તલનું તેલ, કોપરેલ અને મગફળીનું શુદ્ધ તેલ.• અન્ય: અગરબત્તી, ગુગળ ધૂપ, લાકડાની આઈટમ અને રાહત ભાવે પાણીના પરબિયા.દર મહિનાના બીજા રવિવારે વિશેષ આયોજનનવરંગ નેચરલ ક્લબ દ્વારા દર મહિનાના બીજા રવિવારે આ પ્રકારે ખેડૂત હાટનું આયોજન કરવામાં આવે છે. સંસ્થા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે પર્યાવરણની જાળવણી માટે વસ્તુઓ લેવા આવતી વખતે સાથે કાપડની થેલી લઈને આવવું. વધુ વિગત માટે વી ડી બાલા (9427563898) અથવા લવજીભાઈ પ્રજાપતિ (9925369465) નો સંપર્ક કરી શકાય છે.#Morbi #NavrangNaturalClub #KhedutHaat #OrganicProducts #MorbiNews #NaturalLiving #Agriculture #FarmersMarket