રશિયન આર્ટ વોલોદગા લેસ અને પવિત્ર કલ્પવૃક્ષ બનાવવાની કળા શીખવાની સુવર્ણ તક : તા.14થી 16 સુધી યોજાશે આ વર્કશોપ : ફી માત્ર રૂ.1300, મટીરીયલ્સ અહીંથી જ પ્રોવાઇડ કરાશેમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કલા ક્ષેત્રે કંઈક નવું અને ક્રિએટિવ શીખવા માંગતા લોકો માટે રચના આર્ટ સ્ટુડિયો દ્વારા આગામી 14થી 16 મે દરમિયાન એક ખાસ 3 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપમાં મોરબીવાસીઓને વોલોદગા લેસ (Volodga lace) અને કલ્પવૃક્ષ (Kalpavruksha) જેવી અનોખી કળાઓ બનાવતા શીખવવામાં આવશે. કલા અને સર્જનમાં રસ ધરાવતી 12 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ આ વર્કશોપમાં જોડાઈ શકશે.સોય કે દોરા વગર બનાવો રશિયન 'વોલોદગા લેસ'વોલોદગા લેસ એ મૂળ રશિયાની અત્યંત સુંદર કળા છે. પરંપરાગત રીતે આ લેસ દોરા અને શટલની મદદથી ગૂંથીને બનાવવામાં આવે છે, પરંતુ આ વર્કશોપમાં રચનાબેન જોષી દ્વારા દોરા કે શટલ (સોય) નો બિલકુલ ઉપયોગ કર્યા વગર જ આ લેસ બનાવવાની આધુનિક અને સરળ ફન-આર્ટ રીત શીખવવામાં આવશે. આ કળા શીખીને તમે તમારા કપડાં અને ડ્રેસને જાતે જ ડિઝાઇન કરીને નવો લુક આપી શકો છો.આંતરિક શાંતિનો અનુભવ કરાવતું 'કલ્પવૃક્ષ' આર્ટકલ્પવૃક્ષનું ધાર્મિક દ્રષ્ટિએ અનેરું મહત્વ છે, તે ઈચ્છાઓ પૂરી કરનાર અને ઘરમાં સકારાત્મક ઊર્જા લાવનાર પવિત્ર વૃક્ષ મનાય છે. આ 3 દિવસના વર્કશોપમાં 3D લાઇનર, કલર, ગ્રેન્યુઅલ્સ અને મિક્સ મીડિયાનો ઉપયોગ કરીને સુંદર કલ્પવૃક્ષ બનાવતા શીખવવામાં આવશે. આ આર્ટ બનાવતી વખતે મનને અદભુત શાંતિ અને આધ્યાત્મિકતાનો અનુભવ થાય છે.17 વર્ષના અનુભવી આર્ટીસ્ટ દર વર્ષે મોરબીમાં શીખવે છે અલગ અલગ આર્ટરચના આર્ટ સ્ટુડિયોના રચના જોષી જામનગરમાં 17 વર્ષથી આર્ટ શીખવી રહ્યા છે. મોરબીમાં તેમનું પિયર છે. તેઓ અહીં છેલ્લા 3 વર્ષથી આર્ટ શીખવે છે. તેઓ દર વર્ષે કલા પ્રેમીઓ માટે અવનવી આર્ટ લઈને આવે છે, અને આ વર્ષે તેઓ આ બે નવી કળાઓ મોરબીના આંગણે લાવ્યા છે.આ વર્કશોપમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ 13 મે છે.વર્ક શોપ તા.14-15-16 મેસમય: બપોરે 3થી 5:30ફી: માત્ર રૂ.1300/- સ્થળ: 501- મયુર હાઇટ્સ, રાધે ક્રિષ્ના સ્કૂલ પાસે, કન્યા છાત્રાલય રોડ, મોરબીમો.9099704466#Morbi #MorbiUpdate #ArtWorkshop #RachanaArtStudio #VolodgaLace #Kalpavruksha #ArtAndCraft #MorbiEvents #LearnArt