મોરબી : મોરબી શહેરના દલવાડી સર્કલ પાસે આવેલા પચ્ચીસવારિયા વિસ્તારમાં રહેતા પલ્લવીબેન મનીષભાઈ રેણુકા ઉ.20 નામની યુવતીએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે મોરબી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.