GCAS રજિસ્ટ્રેશનની વિગતો જાહેર : સેમિનારમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ કારકિર્દી માર્ગદર્શન કરાશેમોરબી: ધોરણ 12 પાસ કર્યા બાદ હવે શું? આ પ્રશ્ન અત્યારે અનેક વિદ્યાર્થીઓ અને વાલીઓને મુંઝવી રહ્યો છે. આ મુંઝવણ દૂર કરવા અને ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાની સમજ આપવા માટે ઉચ્ચ શિક્ષણ કમિશનરની કચેરી, ગાંધીનગર દ્વારા સમગ્ર રાજ્યમાં 'વિદ્યાર્થી જાગૃતિ અભિયાન' ચલાવવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત મોરબીમાં ખાસ સેમિનારનું આયોજન અને ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ (GCAS) દ્વારા પ્રવેશ પ્રક્રિયાનું નવું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે.મોરબીમાં યોજાનાર સેમિનારની વિગતોમોરબી જિલ્લાના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ખાસ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. • આ સેમિનાર તારીખ 08-05-2026 ના રોજ યોજાશે. • સેમિનારનો સમય સવારે 10:00 વાગ્યે રાખવામાં આવ્યો છે. • આ કાર્યક્રમ શ્રીમતી જી.જે. શેઠ કોમર્સ કોલેજ, નજરબાગ રેલવે સ્ટેશન પાસે, ભડીયાદ રોડ, મોરબી ખાતે યોજાશે. • આ સેમિનારમાં તજજ્ઞો દ્વારા કઈ વિદ્યાશાખા પસંદ કરવી, કઈ કોલેજમાં પ્રવેશ લેવો અને આગળની કારકિર્દી માટે કયો વિકલ્પ શ્રેષ્ઠ છે તેનું માર્ગદર્શન આપવામાં આવશે.GCAS પ્રવેશ પ્રક્રિયા 2026-27 નું મહત્વનું શિડ્યુલશિક્ષણ વિભાગ દ્વારા સ્નાતક (UG) કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ માટેનું સત્તાવાર ટાઈમટેબલ નીચે મુજબ છે:1. રજિસ્ટ્રેશન રાઉન્ડ-1:વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 07-05-2026 ના રોજ સવારે 11:00 વાગ્યાથી શરૂ થશે. રજિસ્ટ્રેશન કરવાની અને કોલેજ પસંદગીના પ્રેફરન્સ સબમિટ કરવાની છેલ્લી તારીખ 28-05-2026 (રાત્રે 11:59 કલાક સુધી) છે. 2. મેરિટ અને પ્રવેશ ઓફર:યુનિવર્સિટીઓ અને કોલેજો દ્વારા મેરિટ બનાવીને ચકાસણી કર્યા બાદ, વિદ્યાર્થીઓને પ્રવેશની ઓફર 01-06-2026 ના રોજ રાત્રે 12:00 કલાકે પોર્ટલ પર તેમના લોગ-ઈન ડેશબોર્ડ પર જોવા મળશે.3. પ્રવેશ કન્ફર્મેશન અને રિપોર્ટિંગ:જે વિદ્યાર્થીઓને પ્રવેશની ઓફર મળે, તેમણે 02-06-2026 થી 06-06-2026 દરમિયાન પોતાની પસંદગીની ઓફર પોર્ટલ પર કન્ફર્મ કરવાની રહેશે. ત્યારબાદ ઓફર લેટરની પ્રિન્ટ લઈ, તમામ અસલ પ્રમાણપત્રો સાથે સંબંધિત કોલેજ ખાતે રૂબરૂ જઈને રિપોર્ટિંગ કરવાનું રહેશે અને ફી ભરીને એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે.વિદ્યાર્થીઓ માટે ખાસ નોંધવા જેવી બાબતો• પ્રેફરન્સ અને કન્સેન્ટ: જો વિદ્યાર્થીને તેની પ્રથમ પસંદગી સિવાયની કોલેજમાં પ્રવેશ મળે અને તે તેનાથી ઉપરના પ્રેફરન્સમાં જવા માંગતો હોય, તો તેણે પોર્ટલ પર 'Consent' (સંમતિ) આપવી ફરજિયાત છે. જો 'Consent' નહીં અપાય તો ઉપરની કોલેજોમાં પ્રવેશની તક મળશે નહીં.• રજિસ્ટ્રેશન ફી: બિનઅનામત અને SEBC કેટેગરી માટે 300 જ્યારે SC, ST અને EWS કેટેગરી માટે 150 ફી રાખવામાં આવી છે, જે રિફંડેબલ નથી.• AI એજન્ટની સુવિધા: પ્રવેશને લગતી કોઈપણ માહિતી, કટ-ઓફ કે અન્ય વિગતો માટે વિદ્યાર્થીઓ +91 79697 99680 પર કોલ કરી શકે છે અથવા GCAS પોર્ટલ પર 'AI એજન્ટ' ચેટબોટની મદદ લઈ શકે છે.• દસ્તાવેજોની ચકાસણી: કોલેજમાં રિપોર્ટિંગ વખતે તમામ અસલ દસ્તાવેજો સાથે રાખવા અનિવાર્ય છે.વધુ વિગતો માટે વિદ્યાર્થીઓએ gcas.gujgov.edu.in/ વેબસાઈટની મુલાકાત લેવી.#Morbi #MorbiUpdate #EducationNews #GCAS2026 #CollegeAdmission #CareerGuidance #GujaratEducation #StudentAwareness