બે મહિલા આરોપીઓના નામ ખુલ્યા, 80,800નો મુદ્દામાલ કબ્જેમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન કબીર ટેકરી વિસ્તારમાં દેશી દારૂ સપ્લાય કરવા આવેલ સીએનજી રીક્ષા ચાલક તેમજ અન્ય એક આરોપીને 220 દેશી દારૂની કોથળી સાથે ઝડપી લઈ દેશી દારૂનો જથ્થો આપનાર અને લેનાર મહિલા આરોપીઓના નામ ખોલાવી ચાર વિરુદ્ધ ગુન્હો દાખલ કરી રૂ.80,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એ ડિવિઝન પોલીસ ટીમે બાતમીને આધારે કબીર ટેકરી નાલા પાસેથી પસાર થતી સીએનજી રીક્ષા નંબર જીજે - 01 - ટીએચ - 7104 અટકાવી તલાશી લેતા રીક્ષામાંથી 220 દેશી દારૂની કોથળી મળી આવતા આરોપી સલીમ કાદરભાઈ શેખ અને આરોપી અસગર હુસેનભાઈ સેડાત રહે.વીસીપરા, મોરબી વાળાને અટકાયતમાં લઈ 44 લીટર દારૂ કિંમત રૂ.8,800, 50 હજારની રીક્ષા, 10 હજારના બે મોબાઈલ તેમજ 12,500 રોકડા સહિત 80,800નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપીની પૂછતાછમાં દેશી દારૂનો જથ્થો હનીફા હુસેનભાઈ સેડાત રહે.વીસીપરા વાળીએ મોકલ્યો હોવાનું અને નિકિતા હિતેશ પાટડીયા રહે.કબીર ટેકરી વાળીને આપવાનો હોવાનું કબુલતા ચારેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.