મોરબી : મોરબી જિલ્લાના શિક્ષણ જગત માટે એક ગૌરવપ્રદ ઘટના સામે આવી છે. જોધપુર (નદી) ગામના વતની અને હાલમાં મોરબીની ડી.જે. પટેલ કન્યા વિદ્યાલય ખાતે મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવતા કલ્પેશકુમાર જગદીશભાઈ બરાસરાએ કેમેસ્ટ્રી વિષયમાં Ph.D. ની ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી છે.કલ્પેશકુમાર બરાસરાએ રાજસ્થાન સ્થિત માધવ યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઓફ બેઝિક એન્ડ એપ્લાઇડ સાયન્સિસ અંતર્ગત પોતાનું સંશોધન કાર્ય પૂર્ણ કર્યું હતું. તેમણે રસાયણશાસ્ત્ર (કેમેસ્ટ્રી) માં 'SYNTHESIS AND ANTICANCER ACTIVITY OF QUINAZOLINONE DERIVATIVES' વિષય પર પોતાનો મહાનિબંધ રજૂ કર્યો હતો. તેમના આ ઉત્કૃષ્ટ સંશોધન કાર્યને ધ્યાનમાં લઈને યુનિવર્સિટી દ્વારા વર્ષ 2024 માં તેમને ડોક્ટર ઓફ ફિલોસોફી (Ph.D.) ની પદવી એનાયત કરવામાં આવી છે.એક શિક્ષક તરીકેની પોતાની મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવવાની સાથે સાથે ઉચ્ચ કક્ષાનું સંશોધન કાર્ય પૂર્ણ કરીને કલ્પેશકુમારે પટેલ સમાજ તેમજ સમગ્ર મોરબી જિલ્લાના શિક્ષણ જગતનું નામ રોશન કર્યું છે. તેમની આ સિદ્ધિ બદલ બરાસરા પરિવાર, મિત્ર વર્તુળ તેમજ મોરબી જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા ડૉ. કલ્પેશકુમાર બરાસરાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.#Morbi #MorbiUpdate #MorbiNews #Education #PhD #Chemistry #ProudMoment #Gujarat #TeachersOfMorbi