લોકોના પ્રશ્નોના નિકાલ માટે તંત્ર સજ્જ: 10 મે સુધીમાં અરજીઓ સ્વીકારવામાં આવશેમોરબી: લોકોની ફરિયાદો અને મુશ્કેલીઓના ઝડપી નિકાલ માટે મોરબી (શહેર) તાલુકા કક્ષાનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી 26 મે 2026 ના રોજ યોજાનાર છે. આ કાર્યક્રમ સવારે 11:00 કલાકે મોરબી શહેર મામલતદાર કચેરી, એન.સી.સી. કમ્પાઉન્ડ, વેજીટેબલ રોડ ખાતે યોજવામાં આવશે.અરજી કરવાની પ્રક્રિયા અને સમયમર્યાદાતાલુકા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો હોય તેવા અરજદારોએ 10 મે સુધીમાં પોતાની અરજી મોરબી શહેર મામલતદાર કચેરીને પહોંચતી કરવાની રહેશે. 10 તારીખ પછી મળેલી અરજીઓ આગામી મહિનાના કાર્યક્રમમાં ધ્યાને લેવામાં આવશે.અરજી માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો: • અરજીના મથાળે ‘તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ લખવું અનિવાર્ય છે. • પ્રશ્ન જો ગ્રામ પંચાયતનો હોય તો પંચાયતમાં અને તાલુકાનો હોય તો જે તે વિભાગમાં અગાઉ લેખિત રજૂઆત કરેલી હોવી જોઈએ. • અગાઉ કરેલી રજૂઆતના આધાર અને મળેલા જવાબની ઝેરોક્ષ નકલ અરજી સાથે જોડવાની રહેશે. • અરજીમાં અરજદારે પોતાનું નામ, સરનામું, ફોન નંબર અને સહી સ્પષ્ટપણે દર્શાવવાની રહેશે. • અલગ-અલગ વિષય માટે અલગ-અલગ અરજીઓ કરવાની રહેશે.કયા પ્રશ્નો ધ્યાને લેવામાં નહીં આવે? • સરકારી કર્મચારીઓની નોકરીને લગતા પ્રશ્નો. • કોર્ટ મેટર, દાવાઓ અને આક્ષેપોને લગતી બાબતો. • અંગત રાગદ્વેષ કે અન્યના પ્રશ્નો. • અગાઉના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવાઈ ગયેલા પ્રશ્નો.માત્ર પોતાનો પ્રશ્ન હોય અને જે અનિર્ણિત હોય તેવી સ્પષ્ટ અને આધારો સાથેની રજૂઆતો જ આ કાર્યક્રમ અંતર્ગત ધ્યાને લેવામાં આવશે તેમ મામલતદાર (શહેર) ની યાદીમાં જણાવાયું છે. #MorbiUpdate #MorbiNews #ComplaintRedressal #SwagatProgram #CitizenAwareness #MorbiAdministration #PublicService