મોરબી : તા.05/05/2026ના રોજ મહાત્મા ગાંધી ઉતર બુનિયાદી વિદ્યાલય-જોધપર(નદી) ખાતે ગણિત શિક્ષક નરેન્દ્રભાઈ વી.કાચરોલા તથા સિનિયર ક્લાર્ક હરેશભાઈ જે. કાવરનો વિદાય (નિવૃતિ સન્માન)સમારંભ યોજાયો હતો. શિક્ષક નરેન્દ્રભાઈ વી. કાચરોલાએ 31 વર્ષની નિષ્ઠાપૂર્વક સેવા દરમિયાન અનેક વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે શિસ્ત, સંસ્કાર, અને જીવનમાં ઉપયોગી યોગ્ય માર્ગદર્શન આપી તેમની વિદ્યાર્થીઓ પ્રત્યેની લાગણી બતાવી હતી. સિનિયર ક્લાર્ક હરેશભાઈ જે. કાવરે વહીવટી કામની સાથે સંસ્થાના કેમ્પસમાં વૃક્ષોના જતનમાં મહત્વ પૂર્ણ ફાળો આપ્યો હતો. આ પ્રસંગે બંને કર્મચારીને શાલ અને સ્મૃતિ ચિન્હ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા.આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલે તેમના યોગદાનની પ્રશંસા કરી અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી. આ પ્રસંગે સમગ્ર ભૂતપૂર્વ અને વર્તમાન શાળા પરિવારે બંને નિવૃત કર્મચારીઓને શુભેચ્છાઓ પાઠવી. શાળાના આચાર્ય પી.એસ.પટેલના માર્ગદર્શન અને સમગ્ર શાળા પરિવારના સહયોગથી કાર્યક્રમ સફળતા પૂર્વક યોજાયો હતો. કાર્યક્રમનું સંચાલન વિશાલ સી.વાટુકિયાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ ભાવનાત્મક વાતાવરણમાં પૂર્ણ થયો.