માણસોની સાથે નંદી અને ગલુડિયાઓને પણ નિશાન બનાવ્યામોરબી : મોરબી શહેરમાં સતત બીજા દિવસે રખડતા શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે. આજે શનાળા રોડ પર આવેલ જીઆઇડીસી પાછળના વિસ્તારોમાં શ્વાનોએ 6થી 7 લોકોને બચકા ભર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, જીઆઇડીસી પાછળ આવેલી 3 થી 4 જેટલી સોસાયટીઓમાં રખડતા શ્વાનોએ 6 થી 7 લોકોને બચકા ભર્યા છે. આ શ્વાન એટલા હદે હિંસક બન્યા છે કે તેમણે માત્ર માણસોને જ નહીં, પરંતુ રસ્તા પરના નંદીઓને અને ગલુડિયાઓને પણ નિશાન બનાવીને બચકા ભર્યા છે. ખાસ કરીને શક્તિનગર, અવધ સોસાયટી અને અનિલ પાર્ક નામની 3 સોસાયટીઓમાં આ ત્રાસ સૌથી વધુ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, અનિલ પાર્કમાં એક શ્વાન એટલો હિંસક બન્યો છે કે તે તમામને કરડી રહ્યો છે. રસ્તા પર ચાલતા લોકોની પાછળ દોડીને શ્વાન કરડતા હોવાથી સ્થાનિકોમાં સતત ડર સતાવી રહ્યો છે. લોકોની માંગ ઉઠી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રખડતા શ્વાનો માટે સેલ્ટર હોમ બનાવી ત્યાં તેમને આશરો આપવામાં આવે. #Morbi #MorbiUpdate #MorbiNews #StrayDogs #DogBite #ShanalaRoad #GujaratNews