કોન્ફિડન્સ ગેસ પ્લાન્ટના ઓપરેટર અને ઇન્ચાર્જે92 ટનથી વધુ ગેસ વેચી મારી રોકડી કરી લીધીવાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં આવેલ કોન્ફિડન્સ એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં છેલ્લા એક માસ દરમિયાન પ્લાન્ટ ઇન્ચાર્જ અને ઓપરેટરે સાથે મળી રૂ.1.52 કરોડની કિંમતનો 92 ટનથી વધુ ગેસ બારોબાર વેચી મારી કંપની સાથે ઠગાઈ કરતા બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં આવેલ કોન્ફિડન્સ એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં ગત તા.2 એપ્રિલથી તા.5 મે સુધીના સમયગાળામાં અહીં કામ કરતા પ્લાન્ટ ઇન્ચાર્જ સુરેશકુમાર ભેરૂલાલ મેઘવાલ રહે.મહાવીરનગર, વાંકાનેર મૂળ રહે.રાજસ્થાન અને પ્લાન્ટ ઓપરેટર ઇલ્યાસ નૂરમામદભાઈ પરાસરા રહે.કણકોટ વાળાએ મિલીભગત કરી કંપનીનો 92 ટન 656 કિલોગ્રામ ગેસ બારોબાર વેચી નાખી કંપનીના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા નહિ કરાવતા કંપનીના સંચાલક શુભાંગસિંગ બીજેન્દ્રપાલ સિંગ રહે.કોન્ફિડન્સ ટાવર, નાગપુર, મહારાષ્ટ્ર વાળાએ બન્ને આરોપીઓ વિરુદ્ધ વિશ્વાસઘાત મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.