મોડેલ સ્કૂલ મોટી બરાર, દેવદયા, સાર્વજનિક હાઈસ્કૂલ ખાખરેચી અને રાજપર શાળાએ મેદાન માર્યુંમોરબી : ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી/માર્ચ 2026 માં લેવાયેલી ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું પરિણામ જાહેર થતાં મોરબી જિલ્લાના માળીયા (મિ.) અને ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોની સરકારી શાળાઓએ ઉત્કૃષ્ટ પરિણામ નોંધાવીને શિક્ષણ ક્ષેત્રે પોતાનો ડંકો વગાડ્યો છે.મોડેલ સ્કૂલ-મોટીબરારનું 95.56% પરિણામમાળીયા (મિયાણા) તાલુકાની મોડેલ સ્કૂલ-મોટીબરારના વિદ્યાર્થીઓએ ધોરણ 10 ની પરીક્ષામાં 95.56% ઝળહળતું પરિણામ મેળવી સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું છે. શાળામાં ડાંગર દેવાંગીબેન 98.82 PR સાથે પ્રથમ, મોવર સલમાબેન 98.38 PR સાથે દ્વિતીય તેમજ ચાવડા સ્નેહાબેન 97.23 PR સાથે તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરી શાળા પરિવારનું નામ રોશન કર્યું છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોના અથાગ પરિશ્રમથી મળેલી આ ભવ્ય સફળતા બદલ શાળાના આચાર્ય બી. એન. વિડજાએ તમામ વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા છે.દેવદયા માધ્યમિક શાળા-લજાઈનું 100% પરિણામલજાઈ ગામની દેવદયા માધ્યમિક શાળાનું ધોરણ 10 નું સમગ્ર જિલ્લામાં 100% પરિણામ સાથે પ્રથમ નંબરનું પરિણામ આવેલ છે. શાળાના કુલ 37 વિદ્યાર્થીઓમાંથી તમામ 37 વિદ્યાર્થીઓ પાસ થઈને શાળા તેમજ સમસ્ત લજાઈ ગામનું ગૌરવ વધાર્યું છે. ગ્રાન્ટેડ શાળા હોવાથી અહીં કોઈ પણ જાતની ફી લેવામાં આવતી નથી. સ્માર્ટ બોર્ડ, વિશાળ ગ્રાઉન્ડ, 250 થી વધુ વૃક્ષો, વિવિધ પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સરકારની તમામ યોજનાઓનો લાભ વિદ્યાર્થીઓને મળે છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ આચાર્ય એન. આર. ભાડજા અને સમગ્ર સ્ટાફને ગામના આગેવાનો, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી અને સભ્યો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.સાર્વજનિક હાઈસ્કૂલ-ખાખરેચીનું ધોરણ 10 માં 91.84% પરિણામમાળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સાર્વજનિક હાઈસ્કૂલ-ખાખરેચીનું ધોરણ 10 અને 12 નું પરિણામ અત્યંત પ્રશંસનીય રહ્યું છે. ધોરણ 10 માં કુલ 49 વિદ્યાર્થીઓમાંથી 45 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતાં શાળાનું પરિણામ 91.84% આવ્યું છે, જે મોરબી જિલ્લાના 89.13% અને બોર્ડના 83.86% સરેરાશ પરિણામ કરતા પણ ઊંચું છે.અંતરિયાળ વિસ્તારની આ શાળામાં ખેડૂત પરિવારની દીકરી ગીતા સુરેશભાઈ જશાપરાએ 600 માંથી 558 ગુણ અને 97.89 PR સાથે A1 ગ્રેડ મેળવીને ઈતિહાસ રચ્યો છે. આ ઉપરાંત શાળાના અન્ય તેજસ્વી તારલાઓમાં થેમસી જયેશભાઈ પારજીયા (94.12 PR) અને આયુષી રાજેશભાઈ કૈલા (94.12 PR) બંને A2 ગ્રેડ સાથે દ્વિતીય, મીરા જીતેન્દ્રભાઈ કૈલા (90.67 PR, A2) તૃતીય, સાધના રમેશભાઈ પારધી (89.29 PR, A2) ચતુર્થ અને ધ્રુવી મનોજભાઈ કૈલા (88.90 PR, A2) પાંચમા ક્રમે રહ્યા છે.આ સાથે જ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ 36 માંથી 34 વિદ્યાર્થીઓ પાસ થતાં 94.44% ઉત્કૃષ્ટ પરિણામ આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં શ્રેષ્ઠ શિક્ષણ અને ઉચ્ચ પરિણામ લાવવા બદલ આચાર્ય મેહુલભાઈ ભોરણીયા તથા તમામ શિક્ષકગણને ગામના સરપંચ, સદસ્યો અને સામાજિક આગેવાનોએ શુભકામનાઓ પાઠવી છે.રાજપર માધ્યમિક શાળાનું ધોરણ 10 બોર્ડ પરીક્ષામાં 100% ઝળહળતું પરિણામધોરણ 10 ની બોર્ડ પરીક્ષાના પરિણામમાં રાજપર માધ્યમિક શાળા - રાજપર એ શાનદાર પ્રદર્શન કરતા 100% પરિણામ હાંસલ કર્યું છે, જે શાળા, ગામ અને સમગ્ર વિસ્તાર માટે ગર્વની બાબત બની છે. ખાસ કરીને ટોપ 3 વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા મેળવી છે, જેમાં મનોજ જગદીશભાઈ ધોળકિયાએ અદ્ભુત પ્રદર્શન કરીને A1 ગ્રેડ સાથે 600 માંથી 550 ગુણ મેળવી પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. જ્યારે ખુશાલ મુકેશભાઈ સોઢિયાએ A2 ગ્રેડ સાથે 518 ગુણ મેળવી દ્વિતીય સ્થાન અને ભવ્ય અશોકભાઈ સિણોજીયાએ A2 ગ્રેડ સાથે 482 ગુણ મેળવી તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.આ ઉત્તમ પરિણામ પાછળ શાળાના આચાર્ય નિમેષભાઈ ફળદુના દૃઢ માર્ગદર્શન અને નેતૃત્વનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે. તેમની યોગ્ય દિશા અને આયોજનશક્તિએ શાળાને પ્રગતિના માર્ગે આગળ વધારવામાં સહાય કરી છે. તે ઉપરાંત, શિક્ષક પ્રવીણભાઈ કાલરીયા, હર્ષદભાઈ ગોસ્વામી અને વિપુલભાઈ કાસુન્દ્રાના અથાક પરિશ્રમ, નિયમિત માર્ગદર્શન અને સમર્પિત શિક્ષણપદ્ધતિઓના પરિણામે વિદ્યાર્થીઓએ આ સફળતા હાંસલ કરી છે. શિક્ષકમંડળે વિદ્યાર્થીઓને સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.#Morbi #MorbiUpdate #SSCResults2026 #HSCResults #GujaratBoard #Education #Maliya #Lajai #Khakharechi #MotiBarar #StudentsSuccess #ProudMoment #rajpar