ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે મોરબીમાં પ્રાંત અધિકારીને તથા ટંકારા, વાંકાનેર, હળવદ અને માળિયા (મી.)માં મામલતદારોને આવેદન પાઠવાશે, વધુમાં વધુ લોકોને જોડાવા આહવાનમોરબી : સમગ્ર દેશમાં ગૌરક્ષા માટે ગૌ સમ્માન આહવાન અભિયાન ચાલી રહ્યું છે. હરિદ્વારના ભાગીરથી આશ્રમના સંતોના માર્ગદર્શન હેઠળના આ અભિયાને મોરબી જિલ્લામાં પણ વેગ પકડ્યો છે. જે અંતર્ગત આવતીકાલે ગુરૂવારે તમામ તાલુકાઓમાં આવેદન આપવામાં આવનાર છે.ગૌ સમ્માન આહવાન અભિયાનનો મુખ્ય હેતુ ગાયોની રક્ષા કરવાનો અને તેને કતલખાનાઓમાં જતી અટકાવી તેનું સંરક્ષણ કરવાનો છે. સાથે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરાવવાનો છે. આ ઝુંબેશમાં વધુને વધુ લોકોને જોડવા માટે છેલ્લા ઘણા દિવસોથી સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં હજારો લોકોએ આ આવેદનપત્રમાં સહી કરીને ગૌ સન્માન અભિયાનને પોતાનો ટેકો આપ્યો છે.આ અભિયાનના ભાગરૂપે આવતીકાલે સવારે 10:30 વાગ્યે મોરબી જિલ્લાના તમામ 5 તાલુકાઓ - મોરબી, વાંકાનેર, હળવદ, માળીયા મિયાણા અને ટંકારામાં આવેદનપત્ર આપવામાં આવનાર છે. મોરબી ખાતે પ્રાંત અધિકારીને અને અન્ય તાલુકાઓમાં મામલતદારને લોકોની સહીઓ સાથેનું આ આવેદનપત્ર સુપરત કરવામાં આવશે. આવતીકાલે સવારે 10:30 વાગ્યે ગૌભક્તો અને નાગરિકો શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રીતે આવેદનપત્ર આપવા જશે. આ આવેદન વેળાએ વધુમાં વધુ લોકોને જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #GauSammanAbhiyan #GauRaksha #Wankaner #Halvad #MaliyaMiyana #Tankara #GujaratNews