વાંકાનેર : વાંકાનેર તાલુકાના દિઘલિયા ગામની સીમમાં આવેલ ગંગોત્રી સ્ટોન નામના ભરડીયામાં ગઈકાલે રાત્રીના સમયે ખાટલામાં સુતેલા દાહોદના વતની અશ્વિનભાઈ મોહનીયા નામના યુવકને જીજે - 13 - એડબ્લ્યુ - 7520 નંબરના ડમ્પર ચાલકે ગફલતભરી રીતે પોતાનું ડમ્પર રિવર્સમાં લેતી વખતે કચડી નાખતા અશ્વિનભાઈનું મોત નીપજ્યું હતું.અકસ્માતના બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ રાહુલ કાળુભાઇ મોહનીયા ઉ.22 નામના યુવકે ડમ્પર ચાલક સુનિલ જયપાલ વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.