મારુતિ એન્ટરપ્રાઇઝ દ્વારા શરણેશ્વર રોડમાં સિમેન્ટ વગર માત્ર રેતી અને કપચીથી કામ કરાતા વિરોધનો સુર ઉઠ્યા બાદ તંત્રની કાર્યવાહીહળવદ : હળવદમાં ગેરરીતિનો એક મોટો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 10 દિવસ પહેલા જ બનાવવામાં આવેલો આરસીસી (RCC) રોડ હલકી ગુણવત્તાનો હોવાથી તેને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. હળવદના તળાવ કાંઠે આવેલા શરણેશ્વર રોડનું કામ મારુતિ એન્ટરપ્રાઇઝ નામની પેઢીને આપવામાં આવ્યું હતું. આ પેઢી દ્વારા 10 દિવસ પહેલા રોડની એક સાઈડનું આરસીસી કામ કરવામાં આવ્યું હતું. પરંતુ આ કામગીરી હલકી કક્ષાની હોવાનું સામે આવતા વિવાદ સર્જાયો હતો.વિરોધનો સુર ઉઠતા તંત્રની કાર્યવાહીરોડના નિર્માણમાં માત્ર રેતી, કપચી અને ધૂળનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો અને સિમેન્ટની માત્રા ખૂબ જ ઓછી હતી. આ કામ તદ્દન બોગસ હોવાનું જણાતા વિરોધનો સુર ઉઠતો હતો. પરિણામે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી રોડનું કામ તોડી પાડવાનો આદેશ આપવામાં આવ્યો છે. અગાઉ પણ એજન્સી સામે થયા છે આક્ષેપોઅત્રે ઉલ્લેખનીય છે કે, મારુતિ એન્ટરપ્રાઇઝ દ્વારા અગાઉ પણ હળવદમાં જુદા જુદા કામો કરવામાં આવ્યા છે. તે સમયે પણ ભાજપની ચૂંટાયેલી બોડી દ્વારા આ એજન્સીની કામગીરી સામે લેખિત રજૂઆતો કરી ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા.19 કરોડના ખર્ચે 3 રોડનું ટેન્ડરહાલમાં આ એજન્સી પાસે હળવદમાં કુલ 3 આરસીસી રોડ બનાવવાના મોટા કામ છે. જેમાં શરણેશ્વર રોડ, બસ સ્ટેશન રોડ અને મીરા બોડી પાછળના રોડનો સમાવેશ થાય છે. આ ત્રણેય રોડ પાછળ કુલ 19 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આટલી મોટી રકમના પ્રોજેક્ટમાં શરૂઆતમાં જ આવી હલકી કક્ષાની કામગીરી સામે આવતા એજન્સીની વિશ્વસનીયતા સામે મોટા સવાલો ઉભા થયા છે.#Halvad #MorbiUpdate #Corruption #RCCRoad #MarutiEnterprise #HalvadNews #GujaratNews #PublicWork