મેન્ટેનન્સ કામગીરીને પગલે મેક્સવર્લ્ડ, પોઝિટિવ અને ટિટાનિયમ ફીડરમાં અલગ-અલગ સમયે વીજ પુરવઠો બંધ રહેશેમોરબી : પીજીવીસીએલના ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ આવતા કેટલાક વિસ્તારોમાં આવતીકાલે તારીખ 06.05.2026 ના રોજ મેન્ટેનન્સ કામગીરી કરવાની હોવાથી વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે.નાયબ ઇજનેર, ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગની યાદી મુજબ, ભરતનગર એસ.એસ. થી નીકળતા મેક્સવર્લ્ડ અને પોઝિટિવ ફીડરમાં બપોરે 2.00 થી સાંજે 6.00 સુધી વીજકાપ રહેશે. જ્યારે ટિટાનિયમ ફીડરમાં સાંજે 5.00 થી સાંજે 8.00 સુધી મેન્ટેનન્સ કામગીરી અર્થે વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે.આ સમયગાળા દરમિયાન ઉપર મુજબના ફીડરમાં આવતા તમામ રહેણાક, વાણિજ્ય તેમજ ઔદ્યોગિક (એચ.ટી) વીજજોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. મેન્ટેનન્સની કામગીરી વહેલી પૂર્ણ થશે તો કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું છે.#MorbiUpdate #MorbiNews #PGVCL #PowerCut #MorbiPGVCL #Ghuntu #Morbi