સવારે 6 થી બપોરે 2 સુધી વીજ પુરવઠો બંધ રહેશેમોરબી : મોરબી શહેર પેટા વિભાગ 2 હેઠળ આવતા વિવિધ વિસ્તારોમાં વીજ લાઇનના મેઇન્ટનન્સ અને રોડ ખોદકામની કામગીરીને ધ્યાને લઈને આવતીકાલે તારીખ 06/05/2026, બુધવારના રોજ વીજ પુરવઠો બંધ રાખવામાં આવનાર છે.કયા વિસ્તારોમાં વીજ કાપ રહેશે?ઓમ હોસ્પિટલ ફીડર અને વિશાલ દીપ ફીડરમાં સવારે 6 થી બપોરે 2 કલાક દરમિયાન વીજ પુરવઠો બંધ રહેશે. એમ હોસ્પિટલ ફીડર: લાલબાગ, વૃંદાવન પાર્ક, નટવર પાર્ક, આશપાર્ક, સિદ્ધાર્થ સોસાયટી, મહારાણા સોસાયટી, લક્ષ્મી નારાયણ સોસાયટી. વિશાલદીપ ફીડર: જિલ્લા સેવા સદન, પાર્શ્વનાથ કોમ્પલેક્ષ 1 થી 5, શક્તિ ચેમ્બર, સિરામિક સિટી તેમજ આસપાસના તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે તેવું નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #PGVCL #PowerCut #Maintenance #MorbiUpdates #GujaratNews #Electricity #MorbiCity