લોકોના પ્રશ્નોના ઉકેલ માટે કલેક્ટર કચેરી ખાતે યોજાશે બેઠક: 10 મે સુધીમાં અરજી કરવાની રહેશેમોરબી: મોરબી જિલ્લાના નાગરિકોના પ્રશ્નો અને ફરિયાદોના નિકાલ માટે આગામી મે-2026 માસનો ‘જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ (સ્વાગત) તા. 28/05/2026 ના રોજ સવારે 11:00 કલાકે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આયોજિત કરવામાં આવ્યો છે.10 મે સુધીમાં કરી શકાશે અરજીઆ કાર્યક્રમમાં પોતાના પ્રશ્નો રજૂ કરવા ઈચ્છતા અરજદારોએ તા. 10 મે સુધીમાં સંબંધિત ખાતાની જિલ્લા કક્ષાની કચેરીના વડાને ‘જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ મથાળા હેઠળ અરજી પહોંચતી કરવાની રહેશે. નિયત તારીખ બાદ મળેલી અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.અરજી માટેના જરૂરી નિયમો અને પ્રક્રિયા• પૂર્વ રજૂઆત અનિવાર્ય: અરજદારે ગ્રામ્ય કક્ષાના પ્રશ્ન માટે ગ્રામ પંચાયત અને તાલુકા કક્ષાના પ્રશ્ન માટે તાલુકાના જવાબદાર અધિકારીને અગાઉ લેખિતમાં જાણ કરેલી હોવી જોઈએ. જો ત્યાં પ્રશ્ન અનિર્ણિત હોય તો જ જિલ્લા કક્ષાએ રજૂઆત કરી શકાશે.• આધાર પુરાવા: અગાઉ કરેલી રજૂઆતના પુરાવા અને મળેલી જવાબની નકલ અરજી સાથે જોડવી ફરજિયાત છે. • અરજીની વિગતો: અરજીમાં નામ, સરનામું, ફોન નંબર અને અરજદારની સહી હોવી જરૂરી છે. પ્રશ્ન સ્પષ્ટ અને પુરાવા સાથેનો હોવો જોઈએ.• અલગ વિષય: જો એકથી વધુ વિષયો હોય તો દરેક વિષય માટે અલગ-અલગ અરજી કરવાની રહેશે. કયા પ્રશ્નો ધ્યાને લેવામાં નહીં આવે? • સરકારી કર્મચારીઓની નોકરીને લગતા પ્રશ્નો. • કોર્ટ મેટર, દાવાઓ, આક્ષેપો કે અંગત રાગદ્વેષને લગતી બાબતો. • અન્ય વ્યક્તિના પ્રશ્નો (અરજદારે સ્વયંના પ્રશ્ન માટે જ રજૂઆત કરવી). • જે પ્રશ્નો અગાઉ જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં લેવાઈ ગયા હોય તેની પુનઃ રજૂઆત.મોરબી નિવાસી અધિક કલેક્ટર દ્વારા જાહેર જનતાને આ પ્રક્રિયાનું પાલન કરી સહકાર આપવા યાદીમાં જણાવાયું છે.#MorbiUpdates #MorbiNews #DistrictSwagat #GrievanceRedressal #CollectorOffice #MorbiAdministration #PublicService