માળીયા (મિયાણા) ની સરકારી શાળાના વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષામાં ડંકો વગાડ્યો: રિક્ષાચાલકની પુત્રીએ વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ સ્થાન મેળવી શાળાનું નામ રોશન કર્યુંમાળિયા (મિયાણા) : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2026 માં લેવાયેલ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના માળીયા (મિયાણા) તાલુકાની મોડેલ સ્કૂલ-મોટીબરારનું પરિણામ ઉત્કૃષ્ટ રહ્યું છે. શાળાએ સામાન્ય પ્રવાહમાં 100% અને વિજ્ઞાન પ્રવાહમાં 92.31% ઝળહળતું પરિણામ મેળવી સમગ્ર પંથકમાં નામના મેળવી છે.સામાન્ય પ્રવાહના તેજસ્વી તારલાઓસામાન્ય પ્રવાહમાં શાળાનું પરિણામ શત-પ્રતિશત રહ્યું છે. જેમાં ટોચના ત્રણ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓની વિગત નીચે મુજબ છે: 1. સવસેટા રવિના: 97.18 PR (પ્રથમ ક્રમ) 2. ઝાલા દક્ષા: 93.66 PR (દ્વિતીય ક્રમ) 3. સોલંકી મિત્તલ: 91.85 PR (તૃતીય ક્રમ)વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓ ઝળક્યાવિજ્ઞાન પ્રવાહમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે: 1. મુછડીયા રાધિકા: 97.82 PR (પ્રથમ ક્રમ) 2. બોપલિયા ધર્મી: 93.92 PR (દ્વિતીય ક્રમ) 3. મોવર સમીર: 92.60 PR (તૃતીય ક્રમ)આર્થિક નબળી સ્થિતિ છતાં મેળવી સિદ્ધિવિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ક્રમે આવનાર મુછડીયા રાધિકાના પિતા રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં રાધિકાએ ગ્રામીણ વિસ્તારની સરકારી શાળામાં અભ્યાસ કરીને આ સિદ્ધિ હાંસલ કરી છે, જે અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ બની છે.આ ભવ્ય સફળતા બદલ શાળાના આચાર્ય બી.એન.વિડજાએ તમામ વિદ્યાર્થીઓને, તેમના વાલીઓને તેમજ શાળાના શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફને અભિનંદન પાઠવ્યા છે. સફળતાના સમાચાર મળતા જ શાળા પરિવારમાં હર્ષની હેલી જોવા મળી હતી.#Morbi #Maliya #ModelSchool #HSCResult2026 #Education #GujaratBoard #SuccessStory #StudentAchievement #MorbiUpdate