મોરબી : રાત્રિના સમયે રસ્તા પર રખડતાં ઢોરના કારણે ઘણી વખત અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે અને ઘણી વખત જાનહાનિ પણ થતી હોય છે. ત્યારે પીપળીના નકળંગધણી રામામંડળના સભ્યોએ રખડતાં ઢોરને રેડિયમ બેલ્ટ બાંધવાનું સરાહનીય કાર્ય કર્યું હતું.આ અંગે નકળંગધણી રામામંડળ પીપળીના સંજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલે 4 મેના રોજ રાત્રે રામામંડળના 32 જેટલા સભ્યોએ મળીને આ સેવાકાર્ય હાથ ધર્યું હતું અને મોરબીના વિવિધ રસ્તાઓ પર રખડતાં ઢોરને રેડિયમ બેલ્ટ બાંધ્યા હતા. આશરે 200 જેટલા ઢોરને આ રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા. આ સેવાકાર્ય રામામંડળના ફંડમાંથી કરવામાં આવ્યું હતું.