કેતન જોષી હાલ PGVCLના MD, સાયબર ગઠિયાઓએ તેમના નામનું વોટ્સએપ એકાઉન્ટ બનાવી PGVCLના જનરલ મેનેજર પાસેથી ખાતામાં પૈસા નખાવીને આચરી છેતરપીંડીમોરબી : મોરબી જિલ્લાના તત્કાલીન અધિક કલેક્ટર અને હાલ PGVCLના MDની જવાબદારી સંભાળતા કેતન જોષીનું નામ વટાવી સાયબર ગઠિયાઓએ મોટી છેતરપીંડી આચરી છે. વીજકંપનીના એમ.ડી.ના નામે વોટ્સએપ પર ફેક એકાઉન્ટ બનાવીને એક અજાણ્યા શખ્સે જનરલ મેનેજર પાસેથી 45.60 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા છે. આ મામલે રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. કઈ રીતે આચરવામાં આવી છેતરપીંડી ?પીજીવીસીએલની લક્ષ્મીનગર મેઇન બ્રાન્ચમાં જનરલ મેનેજર (ફાઈનાન્સ) તરીકે ફરજ બજાવતા કિંતુકુમાર મલકાણને 4 મેના રોજ બપોરે એક અજાણ્યા નંબર પરથી વોટ્સએપ મેસેજ મળ્યો હતો. આ મેસેજમાં એમ.ડી. કેતન જોષીના નામનો ઉપયોગ કરી જણાવવામાં આવ્યું હતું કે, 'આ મારો પર્સનલ નંબર છે, કોઈને શેર ન કરશો'. ત્યારબાદ ગઠિયાએ 'હું મિટિંગમાં છું' કહી કોલ રિસીવ ન કર્યો અને તાત્કાલિક એક RTGS પેમેન્ટ કરવા સૂચના આપી હતી. મેસેજમાં દબાણપૂર્વક 'મનિષા મંડલ' નામના ખાતામાં 45,60,904 રૂપિયા જમા કરાવવા માટે કહેવાયું હતું અને 'હમણાં જ પેમેન્ટ કરો, પછી ફોર્માલિટીઝ આપું' તેવું જણાવાયું હતું. એમ.ડી.નો જ મેસેજ હોવાનું માનીને કિંતુકુમાર મલકાણે ઓફિસના SBI એકાઉન્ટમાંથી ચેક મારફતે ઇન્ડસઇન્ડ બેંકના ખાતામાં RTGS કરી દીધું હતું. ત્યારબાદ વધુ 30.60 લાખ રૂપિયાના બીજા પેમેન્ટ માટે મેસેજ આવતા તેમને શંકા ગઈ હતી. તેમણે તાત્કાલિક એમ.ડી.ને રૂબરૂ મળીને તપાસ કરતા હકીકત સામે આવી કે, આવો કોઈ મેસેજ તેમના દ્વારા કરવામાં આવ્યો જ નથી.તાત્કાલિક ફરિયાદ નોંધાવવામાં આવીપોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતા જ તેમણે તાત્કાલિક 1930 હેલ્પલાઈન પર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. પોલીસે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધી બેંક ટ્રાન્ઝેક્શન અને મોબાઇલ નંબરના આધારે વધુ તપાસ હાથ ધરી છે.કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં વ્યક્તિગત ખાતરી કરવી જરૂરીસાયબર ઠગો હવે ઉચ્ચ અધિકારીઓના નામે ફેક વોટ્સએપ પ્રોફાઈલ બનાવીને તાત્કાલિક પેમેન્ટ કરાવવાની મોડસ ઓપરેન્ડી અપનાવી રહ્યા છે. પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારના નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા પહેલાં વ્યક્તિગત રીતે કે રૂબરૂ ખાતરી કરવી અત્યંત જરૂરી છે.#Rajkot #CyberCrime #CyberFraud #PGVCL #RajkotNews #GujaratPolice #CyberSecurity #MorbiUpdate