બેંક હપ્તાથી બચવા કાર પર ખોટી નંબર પ્લેટ લગાવી હતી: આરોપીની ધરપકડહળવદ: હળવદ માર્કેટ યાર્ડ સામે ગત 28/04/2026 ના રોજ અર્ટિગા કારની હડફેટે અરવિંદ ઠાકરશીભાઇ (ઉ.વ. 25) નું મોત નીપજ્યું હતું. આ ફેટલ અકસ્માત સર્જી નાસી ગયેલ કાર ચાલકને પકડવા હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ અને તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ દરમિયાન એક જ નંબરની બે અલગ અલગ અર્ટિગા કાર હોવાનું સામે આવ્યું હતું.પોલીસે તપાસ દરમિયાન આરોપી બીપીન મલાભાઈ રાઠોડ (રહે. લીલાપર, મોરબી) ની અટકાયત કરી હતી. પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આરોપીની અર્ટિગા કાર (નંબર GJ 36 AX 8508) ના બેંક હપ્તા બાકી હોવાથી રિકવરી એજન્ટ ગાડી ન લઈ જાય તે માટે તેણે પોતાની જ બીજી અર્ટિગા કાર (નંબર GJ 03 PJ 7105) ની નંબર પ્લેટ આ કારમાં લગાવી હતી.ખોટી નંબર પ્લેટ લગાવી અકસ્માત સર્જવા બદલ હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ બનાવટી દસ્તાવેજનો અલગથી ગુનો દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી અગાઉ મોરબી તાલુકા અને વાંકાનેર પોલીસ સ્ટેશનમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.કામગીરી કરનાર ટીમ:પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી. વ્યાસ, આર.બી. ટાપરીયા, એસ.એચ. ભટ્ટ તથા હળવદ પોલીસ સ્ટાફ.#Halvad #Morbi #Accident #GujaratPolice #CrimeNews #MorbiUpdate