સિરામીક પ્રોડક્ટના એક્સપોર્ટમાં પેમેન્ટ સુરક્ષિત કરવા ECGC, LC અને એડવાન્સ પેમેન્ટ સહિતના મુદ્દે પોલિસી ઘડવા વિચારવિમર્શમોરબી : મોરબી સિરામીક એસોસિએશનના કાર્યાલય ખાતે આજે સિરામીક પ્રોડક્ટનું એક્સપોર્ટ કરતા મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે એક મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં એક્સપોર્ટ માર્કેટમાં પેમેન્ટને લગતી સમસ્યાઓ નિવારવા અને ભવિષ્યની પેમેન્ટ ટર્મ્સને લઈને વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.આ મુદ્દાઓ પર થઈ ખાસ ચર્ચાઆગામી સમયમાં એક્સપોર્ટર્સના નાણાં સુરક્ષિત રહે તે માટે નીચે મુજબની પેમેન્ટ ટર્મ્સ પર ભાર મુકવામાં આવ્યો હતો:• ECGC પોલીસી સાથે વેપાર કરવો• LC (લેટર ઓફ ક્રેડિટ) ના માધ્યમથી સુરક્ષિત વેપાર કરવો• એડવાન્સ પેમેન્ટમાં વેપાર કરવાનો આગ્રહ રાખવો• અગાઉ ફસાયેલા પેમેન્ટ્સની રિકવરી માટે એક અલગ પ્લેટફોર્મ ઉભું કરવું• અન્ય પેમેન્ટ સિસ્ટમ માટે યોગ્ય પોલિસી તૈયાર કરવીમીટિંગમાં ઉપસ્થિત મહાનુભાવોસિરામીક ઉદ્યોગના હિતમાં યોજાયેલી આ પ્રાથમિક ચર્ચામાં કેપેક્સિલ (CAPEXIL) ના ચેરમેન નિલેષ જેતપરીયા, મોરબી સિરામીક એસોસિએશનના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, નરેન્દ્રભાઈ સંઘાત તેમજ ઓલ ઇન્ડિયા સિરામીક મર્ચન્ટ એક્સપોર્ટર એસોસિએશનના પ્રમુખ ઉપેન નાગર સહિત મોટી સંખ્યામાં મર્ચન્ટ એક્સપોર્ટર્સ ઉપસ્થિત રહ્યા હતા.સિરામીક ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાનો ઉદ્દેશ્યઆ મીટિંગનો મુખ્ય હેતુ એક્સપોર્ટમાં ફસાયેલા નાણાં પરત લાવવા અને ભવિષ્યમાં નવા પેમેન્ટ ફસાય નહીં તેવી વ્યવસ્થા ઉભી કરવાનો છે. આગામી સમયમાં આ પ્લેટફોર્મ મર્ચન્ટ એક્સપોર્ટર, મેન્યુફેક્ચરર એક્સપોર્ટર તેમજ સપ્લાયર્સ વચ્ચે એક મજબૂત બ્રિજ તરીકે કામ કરશે. તમામ સ્તરે આવતી સમસ્યાઓને વાચા આપીને તેના ઉકેલ માટે પોલિસી તૈયાર કરવામાં આવશે, જેથી મોરબીનો સિરામીક ઉદ્યોગ આંતરરાષ્ટ્રીય વેપારમાં વધુ સુરક્ષિત રીતે આગળ વધી શકે અને દેશના એક્સપોર્ટને નવી ઊંચાઈઓ આપી શકે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiCeramics #CeramicExport #MorbiCeramicAssociation #CAPEXIL #ExportIndia #MadeInIndia #CeramicIndustry #GujaratExport #VandeBharat #DeshPratham