પોતાની અન્ય અર્ટિકા કારના હપ્તા ચડી ગયા હોવાથી ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો હોવાનું ખુલ્યુંહળવદ : હળવદ માર્કેટિંગ યાર્ડ પાસે છ દિવસ પૂર્વે રાત્રીના સમયે અર્ટિકા કાર હડફેટે એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યા બાદ પોલીસે કાર નંબરના આધારે તપાસ કરતા અકસ્માત સર્જનાર કાર ચાલક ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો હોવાનું અને અકસ્માત સર્જ્યો તે કાર અન્ય નંબરની હોવાનું સામે આવતા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.28 એપ્રિલના રોજ હળવદ માર્કેટિંગ યાર્ડ સામે અર્ટિકા નંબર જીજે - 03 - પીજે - 7105 નંબરની કારના ચાલકે અકસ્માત સર્જતાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે પોલીસે કાર નંબરના આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરતા આ કાર રાજકોટના વ્યક્તિના નામની હોવાનું અને તેમને કાર મોરબીના લીલાપર રોડ પર રહેતા આરોપી બીપીન મલાભાઈ રાઠોડને કાર વેચી નાખી હોવાનું સામે આવ્યું હતું.દરમિયાન હળવદ પોલીસે આરોપી બીપીન મલાભાઈ રાઠોડની પૂછતાછ કરતા ભાંડો ફૂટ્યો હતો અને આરોપીએ પોતાની જીજે - 36 - એસી - 8508 નંબરની કારના હપ્તા ચડી ગયા હોય આ કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી ફરતો હોય અકસ્માતમાં એ જ કારનો ઉપયોગ થયાનું ખુલતા પોલીસે બીએનએસ કાયદાની કલમ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.