હળવદના મયુરનગરની સરકારી શાળાની વિદ્યાર્થીની કેલ્વિશા કાવડીયાની મોટી સિદ્ધિ : 3 વિષયમાં 100માંથી 100 ગુણ મેળવ્યા : હવે IAS બનવાનું સ્વપ્નહળવદ : અત્યારના ટ્રેન્ડ મુજબ મોંઘા કોચિંગ કલાસ જોઈન કર્યા વગર હળવદ તાલુકાના મયૂરનગરની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતી કેલ્વિશા જિતેન્દ્રભાઈ કાવડિયાએ ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામમાં 99.75 પર્સેન્ટાઇલ (PR) અને A1 ગ્રેડ મેળવીને શાળા અને પરિવારનું નામ રોશન કર્યું છે. કેલ્વિશાએ કુલ 700 માંથી 658 ગુણ પ્રાપ્ત કર્યા છે. કેલ્વિશાના પિતા જિતેન્દ્રભાઈ પીપળી ગામમાં પાણીની બોટલ અને જગ પહોંચાડવાનું મજૂરી કામ કરે છે. સામાન્ય પરિવારમાંથી આવતી કેલ્વિશા તેના નાના-નાની સાથે મયૂરનગરમાં રહીને અભ્યાસ કરે છે અને અથાક પરિશ્રમ તથા દ્રઢ નિશ્ચયથી તેણે આ ઝળહળતી સફળતા મેળવી છે.કેલ્વિશાની આ સફળતા પાછળ તેની સખત મહેનત છે. તે દરરોજ સવારે 5 વાગ્યે ઉઠી જતી અને રાત્રે 11 વાગ્યા સુધી અભ્યાસ કરતી હતી. શાળાના શિક્ષકોના માર્ગદર્શન અને પૂરા સપોર્ટ ઉપરાંત તેણે ઓનલાઇન ક્લાસીસ મારફતે પણ ઘરે બેઠા અભ્યાસ કર્યો હતો. પરિણામ સ્વરૂપ કેલ્વિશાએ એકાઉન્ટ, ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એમ 3 વિષયોમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે, જ્યારે ઇકોનોમિક્સમાં 97 ગુણ મેળવ્યા છે.આ અગાઉ ધોરણ 10 માં પણ તેણે 99.59 PR મેળવીને હળવદ અને શાળામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો. ભવિષ્યના લક્ષ્ય વિશે વાત કરતા કેલ્વિશાએ મોરબી અપડેટ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તે કોલેજ પૂર્ણ કર્યા બાદ UPSC ની તૈયારી કરીને IAS ઓફિસર બનવા માંગે છે.#MorbiUpdate #Education #GSEBResult #InspirationalStory #Halvad #Mayurnagar #SuccessStory #IASGoal #GujaratBoard #ProudMoment