રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા સન્માનિત 20 જેટલા શ્રેષ્ઠ શિક્ષકો તથા સાહિત્યકારોનું સન્માન કરાયું: 100 જેટલા સ્પર્ધકોએ શ્રુતલેખનમાં ભાગ લીધોમોરબી : મોરબીના સ્વામિનારાયણ સંસ્કાર ધામ ખાતે કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહામહિમ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ દ્વારા સન્માનિત 20 જેટલા શ્રેષ્ઠ શિક્ષકો તેમજ સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કવિ અને લેખકોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ભક્તિબેન કાનાણી દ્વારા શાબ્દિક સ્વાગત કરાયું હતું. ત્યારબાદ મોટીવેશનલ સ્પીકર, શિક્ષણવિદ અને લોકભારતી સણોસરાના વાઈસ પ્રેસીડન્ટ ડો. વિશાલભાઈ ભાદાણી દ્વારા દીપ પ્રાગટ્ય અને ડો. પ્રેયશ પંડ્યા દ્વારા સંગીતના સૂરો સાથે સરસ્વતી વંદના પ્રસ્તુત કરવામાં આવી હતી.શ્રુતલેખન સ્પર્ધાનું સુંદર આયોજનમાતૃભાષા ગુજરાતી સાથે સૌનો અનુબંધ જળવાઈ રહે અને લોકોની ભાષાકીય તથા શ્રવણ કૌશલ્યની ચકાસણી થાય તેવા શુભાશયથી શ્રુતલેખન સ્પર્ધા પણ યોજાઈ હતી. પી. જી. પટેલ કોલેજના પ્રિન્સિપાલ રવિન્દ્રભાઈ ભટ્ટ અને તેમની ટીમ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં 100 જેટલા લોકોએ ભાગ લીધો હતો. ઘૂનડા (સ.) શાળાના શિક્ષક રાજેશભાઈ મોકાસણા દ્વારા નિયમોની સમજ અપાઈ અને મનનભાઈ બુદ્ધદેવે શ્રુતલેખન કરાવ્યું હતું. આ સ્પર્ધાનું પરિણામ સંજયભાઈ બાપોદરિયાએ જાહેર કર્યું હતું, જેમાં પ્રથમ ક્રમે ડો. હાજીભાઈ બાદી, દ્વિતીય ક્રમે મીરાંબેન ખારેચા, તૃતીય ક્રમે સોનલબેન દેથરીયા, ચતુર્થ ક્રમે પુનિતભાઈ વાંસદડીયા અને પાંચમા ક્રમે નરશીભાઈ અંદરપા વિજેતા બન્યા હતા. પ્રથમ 5 વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુસ્તકો આપી સન્માનિત કરાયા હતા.શ્રેષ્ઠ શિક્ષકો અને સાહિત્યકારોનું સન્માનઆ તકે મનહરભાઈ સુદ્રા દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોની શાળાકીય પ્રવૃત્તિઓનું વિવરણ કરાયું હતું. ડો. વિશાલ ભાદાણી, ડો. નિશિથ પટેલ અને ડો. સતીષ પટેલના વરદ હસ્તે રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા મગનભાઈ જાકાસણીયા, પ્રેમજીભાઈ વડાવીયા, અબ્દુલભાઈ શેરસિયા, મૌલાના આઝાદ બેસ્ટ ટીચર એવોર્ડ વિજેતા ડો. હાજીભાઈ બાદી અને બેસ્ટ બી.આર.સી. એવોર્ડ વિજેતા દિનેશભાઈ વડસોલાનું સન્માન કરાયું હતું.આ સાથે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકો કમલેશભાઈ દલસાણીયા, જીવતીબેન પીપલિયા, દિનેશકુમાર ભેંસદડિયા, પ્રવિણકુમાર પટેલ, અંજનાબેન ફટાણિયા, શૈલેષકુમાર કાલરિયા, જીતેન્દ્ર પાંચોટિયા, હર્ષદકુમાર પટેલ, રમેશચંદ્ર પટેલ, વિજયકુમાર દલસાણિયા, ધનજીભાઈ ચાવડા, મહમદહુસેન કડીવાર, મહેશગર ગૌસ્વામી, ઊર્મિલાબેન આસર, અશોકભાઈ કાંજીયા તેમજ સાહિત્યકાર જિતેન્દ્ર પટેલ, સંજય બાપોદરિયા અને પ્રકાશભાઈ કુબાવતને સ્મૃતિચિહ્ન, સાલ અને પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.પ્રાચીન અને સાંપ્રત શિક્ષણ પર વક્તવ્યકાર્યક્રમમાં ડો. હાજીભાઈ બાદી દ્વારા ડો. વિશાલ ભાદાણીનો પરિચય અપાયો હતો, જેઓનું ધરતીબેન બરાસરાએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. કેળવણીકાર ડો. વિશાલભાઈ ભાદાણીએ પ્રાચીન અને સાંપ્રત શિક્ષણ વ્યવસ્થા તથા આગામી પડકારો અને ઉકેલ વિશે પોતાની આગવી શૈલીમાં વિસ્તૃત છણાવટ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સંબોધન બાદ અન્ય મહાનુભાવો દ્વારા તેમનું મોમેન્ટો આપી સન્માન કરાયું હતું.કાર્યક્રમના અંતે કોમનમેન ફાઉન્ડેશનના પ્રમુખ ડો. સતીષ પટેલે ઋણસ્વીકાર કર્યો હતો. સૌએ સ્વરુચિ ભોજન લઈ છુટા પડ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન દિનેશભાઈ વડસોલા અને મનહરભાઈ સુદ્રા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજન અને વ્યવસ્થાપનમાં એ. આર. ચંદ્રાસલા, રવીન્દ્રભાઈ ભટ્ટ તેમજ પી. જી. પટેલ કોલેજની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNews #CommonManFoundation #SaraswatSamman #Education #GujaratiLanguage #TeachersHonor