મોરબી : આજે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં કેરળ રાજ્યમાં કોંગ્રેસ પક્ષે શાનદાર પ્રદર્શન કરી બહુમતી મેળવી છે અને સરકાર બનાવી છે. કેરળમાં કોંગ્રેસની આ ભવ્ય જીતને પગલે દેશભરના કોંગ્રેસી કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.કેરળમાં મળેલી આ જીતની ઉજવણીના ભાગરૂપે મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા યુથ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ મોટી સંખ્યામાં એકઠા થઈને ફટાકડા ફોડીને હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો હતો. કેરળમાં કોંગ્રેસની સરકાર બનતા મોરબીના યુવા કાર્યકરોમાં નવો જોશ અને ઉમંગ જોવા મળ્યો હતો અને તેઓએ જીતની ખુશી મનાવી હતી.#MorbiUpdate #MorbiNews #Congress #KeralaElection #YouthCongress #MorbiYouthCongress #Celebration #Politics #GujaratNews