પાલિકા અને મોરબી-માળિયા તાલુકા પંચાયતના ક્ષત્રિય સમાજના પ્રતિનિધિઓને તલવાર અને પાઘડી પહેરાવી સન્માનિત કરાયા: સમાજના કલ્યાણ માટે નવું બંધારણ ઘડવાની જાહેરાતમોરબી : આજ રોજ મેલડીધામ મધુપુર ખાતે રાજપૂત કરણી સેનાના મોરબી જિલ્લા પ્રમુખ જયદેવસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને એક વિશેષ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજપૂત કરણી સેના મોરબી ટીમ દ્વારા પાલિકા તેમજ મોરબી અને માળિયા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા ક્ષત્રિય સમાજના પ્રતિનિધિઓનું તલવાર અને પાઘડી પહેરાવીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.સમાજલક્ષી બંધારણ બનાવવાની જાહેરાતકાર્યક્રમ દરમિયાન મેલડીધામ મધુપુરથી આગેવાનો દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત પણ કરવામાં આવી હતી. આવનારા સમયમાં ક્ષત્રિય સમાજના વડીલો અને અગ્રણીઓ દ્વારા રાજપૂત સમાજના ઉત્કર્ષ અને સમાજલક્ષી કલ્યાણ માટે એક નવું બંધારણ બનાવવામાં આવશે તેવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.ક્ષત્રિય સમાજના આગેવાનોની ઉપસ્થિતિઆ સન્માન કાર્યક્રમમાં રાજપૂત કરણી સેના, ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મોરબી જિલ્લા રાજપૂત સમાજના અગ્રણીઓ તથા કાર્યકરો જોડાયા હતા. આ ઉપરાંત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના મહાનુભાવોએ ખાસ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #RajputKarniSena #KshatriyaSamaj #Madhupur #MorbiTalukaPanchayat #Maliya