ટંકારા : ટંકારા તાલુકાના સરાયા ગામે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી મોરબી એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો.દરોડા દરમીયાન આરોપી ઈમ્તિયાઝ ઉર્ફે ઈંતુ અબ્દુલભાઇ જેસાણીના રહેણાંક મકાનમાંથી 289 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 57,800 મળી આવતા પોલીસે આરોપી ઈમ્તિયાઝની ધરપકડ કરી હતી.આરોપીની પૂછતાછમાં અન્ય આરોપી રાહુલ દેવીપૂજક રહે.જારીયા તા.જી.રાજકોટ વાળાનું નામ ખુલતા પોલીસે બન્ને વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.