ટંકારા : ટંકારા તાલુકાના ગજડી ગામે રહેતા દેવદેબેન ભૂરાભાઈ સવસેટા ઉ.58 નામના વૃદ્ધ મહિલાને તેમના ભાઈએ ખેતીની જમીન વાવવા માટે આપી હોય જે બાબત આરોપી કાનાભાઈ હીરાભાઈ જારીયા, શોભનાબેન કાનાભાઈ જારીયા અને આરોપી જયશ્રીબેન ભુપતભાઇ જરીયાને ગમતી ન હોય ત્રણેય આરોપીઓએ એક સંપ કરી દેવદેબેનને લાકડી વડે તેમજ ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.